સરહદી બેલા વિસ્તારમાંથી શંકાસ્પદ કબુતર મળી આવ્યું
રાપર : સ્વતંત્રતા પર્વને પગલે કચ્છ સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે તેવામાં રાપર તાલુકાના સરહદી બેલા વિસ્તારમાં શંકાસ્પદ કબુતર મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બેલા વિસ્તારમાં બુધવારે સવારે આ શંકાસ્પદ કબુતર મળી આવ્યું હતું. જેથી બાલાસર પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે બેલા પાસે ભારત - પાકિસ્તાનની રણ સરહદ આવેલી છે. અગાઉ અહીં ઘૂસણખોરીનો પર્દાફાશ થઈ ચુકયો છે. તેમજ કબુતર મારફતે જાસુસીકાંડની કડીઓ પણ સામે આવી ચુકી છે. હાલમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તાર તેમજ સ્વતંત્રતા પર્વને પગલે વધુ ગંભીરતા દાખવવામાં આવી છે. અલબત બાલાસર વિસ્ત્તારમાં ટેલીફોનીક કનેક્ટિવીટીનો અભાવ જણાતા વધુ વિગતો મેળવી શકાઈ નથી.

Comments