Trending News
સ્થાનિક સમાચાર

અંજાર આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનશે

15 August



રાજયના ૧૩ જિલ્લાઓમાં પાકા લાઈસન્સ માટે આધુનિક ટેસ્ટ ટ્રેક બનાવવાની જાહેરાત



અંજાર : રાજયના ૧૩ જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધી પાકા લાઈસન્સ માટેના ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે. પૂર્વ કચ્છની અંજાર આરટીઓ કચેરી સહિત ૧૩ કચેરીઓમાં હાલે સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી સજ્જ ટેસ્ટ ટ્રેક ન હોવાથી ચાલતી લાલિયાવાડીનો અન્ય જિલ્લાના લોકો પણ લાભ ઉઠાવી રહ્યા છે. ડ્રાઈવીંગ ટેસ્ટ આપવાથી લોકો રેન્ડ આધારિત કરારથી વાહનનું લાઈસન્સ કઢાવે છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી હતી. 
વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજયની ૩૮ કચેરીઓમાં વીડિયો એનાલિટિક ઓટોમેટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરાશે. હાલે રાજ્યની ૩૮ પૈકી ર૬ કચેરીઓમાં આધુનિક સુવિધા સજ્જ ટેસ્ટ ટ્રેક છે. જયારે અન્ય ૧૩ કચેરીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ લેવામાં આવે છે. આગામી માર્ચ ર૦રપ સુધી અંજાર ઉપરાંત સુરેન્દ્રનગર, ગોધરા, જામનગર, મહિસાગર, દ્વારકા, ભાવનગર, મોડાસા, નવસારી, ડાંગ, આણંદ, છોટાઉદેપુર, બારડોલીનો સમાવેશ થાય છે. નવા ટ્રેક બન્યા બાદ ઓફલાઈન લાઈસન્સની સિસ્ટમ બંધ કરી ફરજીયાત ડ્રાઈવીંગ ટેસ્ટ લેવામાં આવશે. હાલમાં અંજારની કચેરીએ ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોને મર્યાદીત સમયમાં ડ્રાઈવીંગ ટેસ્ટ આપી ટ્રેકની બહાર નિકળી જવાનું રહે છે. નવી સિસ્ટમ બાદ માર્કીંગ સીસ્ટમ અમલી બનશે. ૧૦૦ માંથી ૬૦ કે ૭૦ માર્કસ લાવનાર ઉમેદવાર પાસ ગણાશે. નવી સિસ્ટમ કાર્યરત થયા બાદ અરજદારોને ડ્રાઈવીંગ ટેસ્ટ આપવામાં પણ સરળતા ઉભી થશે.

 

Comments

COMMENT / REPLY FROM