Trending News
સ્થાનિક સમાચાર

વલસાડ દરિયાકાંઠે મળેલા ડ્રગ્સ  મામલે કચ્છ પોલીસની મદદ લેવાઈ

14 August



ભુજ : કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના ઉદવાડામાંથી ચરસના ૧૦ પેકેટ સોમવારે મળી આવ્યા બાદ ગઈકાલે વલસાડના દરિયાકાંઠેથી ચરસના ૩૧ અને સુરતના દરિયાકિનારેથી ૩ પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોની થાય છે. સુરત એસઓજી અને વલસાડ પોલીસને મળેલ પેકેટ પર અંગ્રેજી અને ઉર્દુમાં લખાણ મળી આવ્યું હતું. આ ડ્રગસ અફઘાની ચરસ હોવાનું સુરત એસઓજીએ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવવાના આ પ્રથમ બનાવ છે. ભૂતકાળમાં કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં અનેક વખત ડ્રગ્સ મળી આવ્યા છે જેથી તપાસ કામગીરીમાં વલસાડ પોલીસે કચ્છ પોલીસની મદદ લીધી છે. 
 

Comments

COMMENT / REPLY FROM