Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં શિક્ષકોની ઘટ પુરાતી નથી ત્યાં છે તે સચવાતા નથી 

14 August





જિલ્લા શિક્ષણતંત્રની નિભંરતાના પાપે વિદ્યાર્થીઓનું થાય છે અહિત : ૧૭ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં જવાબદારોએ ન લીધા કોઈ પગલાં : શિક્ષકોની ઘટ મુદ્દે સંકલનની બેઠકમાં આકરા તેવર દેખાડતા જનપ્રતિનિધિઓ રહ્યા અંધારામાં : ૬ વર્ષ જેટલા લાંબા સમયથી ફરજ પર હાજર ન થનાર શિક્ષકોને શા માટે છાવરતું રહ્યું તંત્ર


શિક્ષકોની ‘ઘેર’હાજરી મુદ્દે ટીઈઓ અને ડીઈઓનું શા માટે ન લેવાય પુછાણું ? : કચ્છના ટેટ- ટાટ પાસ ઉમેદવારો નોકરી માટે મારતા રહ્યા છે વલખાં તેવામાં ગુટલીબાજોને બખ્ખા : રાજ્યમાં અન્યત્ર શિક્ષકોની લાંબી રજાઓનો ખુલાસો ન થયો હોત તો કચ્છના ગુટલીબાજ શિક્ષકોના કરતૂત ન થયા હોત ઉજાગર : ગુટલીબાજો આંકડો વધુ તેમ છે : કચ્છ જિલ્લામાં સ્થાનિક ઉમેદવારોની નિમણુંક કરાય તેવી માંગ પણ ઉઠી...


‘અંધેર નગરીને ગંડુરાજા’ના તાલે ચાલતું જિલ્લાનું શિક્ષણ તંત્ર છાત્રોને શું ભણાવતું હશે નિતિમતાના પાઠ : પ્રબુદ્ધ કચ્છીજનોનો વેદ્યક સવાલ 



ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર ખાસ વખાણવા લાયક રહ્યું નથી, પરંતુ છેલ્લા એકાદ દાયકાથી જિલ્લાના શહેરી, મોટા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે થોડો સુધાર અવશ્ય થયો છે. ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષક આપતી કેટલીક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓના કારણે જિલ્લામાં શિક્ષણના સ્તરમાં થોડો સુધાર થયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી કન્યા કેળવણી અભિયાન, સર્વ શિક્ષા અભિયાન વગેરે યોજનાઓ થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષણની રફતાર મહદઅંશે આજે પણ જૈસે થેની સ્થિતિમાં જ જોવા મળી રહી છે. શિક્ષકોની ઘટના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવતા પર એક પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે, તેવામાં જ જિલ્લામાં ૧૭ જેટલા કાયમી શિક્ષકો લાંબી રજાઓ પર હોવાના ખુલાસાઓ સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણ અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે. તો બીજી તરફ શિક્ષકો ગેરહાજરી કે ઘુંટલીબાજો શિક્ષકોનો આંકડો વધુ તેમ હોવાનો ચર્ચા પણ થવા પામી રહી છે, તો બીજી તરફ જિલ્લા શિક્ષણતંત્રની કાર્ય પદ્ધતિ પર પણ સવાલો ઉઠ્યા છે. કચ્છના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે, કચ્છ જેવા સરહદી વિસ્તારમાં જિલ્લા બહારથી મુકાતા શિક્ષકો તક મળે ત્યારે બદલી લઈ જતા રહે છે. વર્ષોથી આ સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છમાં સ્થાનિક શિક્ષકોને નોકરી આપવા મુદે અનેક વખત થયેલી રજૂઆતો બે અસર રહી છે. જો કે, સ્થાનિક શિક્ષકોને જ કચ્છમાં નોકરી અપાય તે મુદે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રજુઆત કર્યા બાદ ફરી મોઢું સીવી લીધું છે. આ બાબતે સરકાર સમક્ષ કયારેય ધારદાર રજૂઆત કરરવામાં આવી નથી. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સંકલનની બેઠકોમાં શિક્ષકોની ઘટ મુદ્દે સવાલો કરે છે કે રાજ્ય સરકારમાં શિક્ષકોની ઘટ નિવારવા પોકળ રજૂઆત કરી સંતોષ માની લે છે. કચ્છની જનતામાં હવે કચ્છના પ્રશ્નો સંદર્ભે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સરકાર સમક્ષ ખાસ કંઈ ઉપજતું નથી તેવી માન્યતા દ્રઢ બની રહી છે. જયાં એકતરફ કચ્છમાં શિક્ષકોની ઘટ કાયમી ધોરણે પુરાતી નથી તો બીજીતરફ જે શિક્ષકો છે તે પુરા સરવાળા નથી તેવું બૌધિકો જણાવે છે. જિલ્લા બહારથી મુકાયેલા શિક્ષકો તક મળે કે, વતનમાં જતા રહેવાની ફિરાકમાં રહેતા હોય છે. તો સ્થાનિક શિક્ષકો લાંબી રજાઓ ભોગવી રહ્યા છે. જિલ્લાના ચાર શિક્ષકો તો ચાલુ નોકરીએ વિદેશમાં બેઠા છે પણ શિક્ષણતંત્ર અંધારામાં જ રહ્યું હતું. રાજ્યમાં અન્યત્ર શિક્ષકોની લાંબી રજાઓનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ કચ્છનું શિક્ષણતંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લામાં આવા લાંબા સમયથી રજા પર રહેલા શિક્ષકોની તાલુકા કક્ષાએથી તપાસ આદરી છે. પ્રારંભિક તબક્કે ૧૭ ગુટલીબાજોની યાદી તંત્રએ બહાર પાડી છે. જો કે, વાસ્તવિક આંક વધુ ઉંચો જશે તેવું બૌદ્ધિક જણાવી રહ્યા છે. 
દોઢ ડઝન શિક્ષકો વર્ષોથી લાંબી રજા ભોગવી રહ્યા છે, ત્યારે જિલ્લાનું શિક્ષણતંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. છ વર્ષ સુધી કોઈ શિક્ષક ફરજ પર ન હોય ત્યારે તંત્ર દ્વારા તેને છાવરવામાં આવતું હોવાથી શંકા અસ્થાને નથી. કચ્છના શિક્ષણ જગતમાં અંધેરનગરીને ગંડુ રાજાનો તાલ ચાલી રહ્યો છે. જયારે ગુરૂજનોમાં જ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હોય તો છાત્રોને નિતિમતાના કેવા પાઠ ભણાવવામાં આવતા હશે તેવો સવાલ કચ્છના પ્રબુદ્ધ નાગરિકો ઉઠાવી રહ્યા છે. 


3

Comments

COMMENT / REPLY FROM