Trending News
સ્થાનિક સમાચાર

સાંઘીપુરમ પાસે બે બાઈક ભટકાતા આધેડનું મોત 

14 August




ગાંધીધામમાં કેપીટી ગ્રાઉન્ડની સામે ફોર-વ્હીલરની હડફેટે વૃદ્ધાનો જીવ ગયો 



નલિયા : અબડાસા તાલુકાના સાંઘીપુરમ બસ સ્ટેશન પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી જાડવા ગામના નરશીભાઈ ગગુભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે તેના કાકાઈ ભાઈ જુમા ગાભા રબારી બાઈક લઈને જતા હતા. ત્યારે આરોપી બાઈક નંબર  જી.જે. ૧ર સીઆર ૧૬૧પના ચાલકે પુર ઝડપે વાહન ચલાવી કાકાઈ ભાઈની બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જેથી વાયોર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન અકસ્માતનો બીજો બનાવ ગાંધીધામમાં સામે આવ્યો હતો. અહીં કેપીટી ગ્રાઉન્ડની સામે ગ્રીન પેલેસની હોટલની સામે સર્વિસ રોડ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હતભાગી જુની સુંદરપુરીમાં રહેતા ૮૦ વર્ષિય શાંતાબેન કિશનભાઈ મોજપરા સર્વિસ રોડ પર જતા હતા. ત્યારે ફોર-વ્હીલર ગાડીના ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ઈજાઓ થવાના કારણે સારવાર  દરમ્યાન મોત થતાં એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM