કચ્છમાં ઔદ્યોગીક ક્ષેત્રોને સ્કીલ યુવાનોની માંગ પૂર્ણ કરવા સરકાર સજજ : બળવંતસિંહ રાજપુત
ગુજરાત રાજયના કેબીનેટ મંત્રીશ્રીએ ગાંધીધામ આઈટીઆઈ સંકુલની લીધી મુલાકાત : વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓની મેળવી જાત માહીતી : કચ્છના ઔદ્યોગીક એકમોમાં ડીમાન્ડ અનુસારના વધુને વધુ કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો અને યુવાનો તૈયાર કરવા આપ્યા જરૂરી સુચનો
’
ગાંધીધામ : ગુજરાત રાજયના કેબીનેટમંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત આજ રોજ કચ્છના ગાંધીધામની આઈટીઆઈની મુલાકાતે આવી પહોચ્યા હતા. તેઓએ અહી આઈટીઆઈ સંકુલની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ સહિતનાઓ માટેની વિવિધ સાધન સુવિધાઓને લગતી સગવડોથી રૂબરૂ થઈ અને જાત વિગતો મેળવી હતી.
શ્રી રાજપુતે આજ રોજ સવારે ૧૦ વાગ્યે ગાંધીધામ આઈટીઆઈ સંકુલની મુલાકાત લીધી હતી અહી તેઓને સંસ્થાના પ્રિન્સીપાલ એન એ પટેલ દ્વારા આઈટીઆઈ ગાંધીધામ ખાતે રહેલી સેવાઓ બાબતે અવગત કરાયા હતા. વિદ્યાર્થીઓ માટે ચલાવતા કૌશલ્ય તાલીમના અભ્યાસક્રમોની પણ આ તબક્કે માહીતીઓ તેમને આપવામાં આવી હતી. કચ્છ પણ ઔદ્યોગીક વિકાસનું હબ બની જવા પામ્યુ છે અને અહી પણ કૌશલ્ય પ્રાપ્ત તાલીમાર્થીઓની જરૂરીયાતો ઉભી થતી જ હોય છે, કચ્છના ઔદ્યોગીક એકમોની ડીમાન્ડ અનુસાર સ્કીલ્ડ યુવાધન ઉપલબ્ધ થાય તે માટેના જરૂરી અભ્યાસક્રમો તથા યુવાનો વધુને વધુ તૈયાર કરવાને માટે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યુ હતુ.
ગાંધીધામ આઈટીઆઈ ખાતે આજ રોજ કેબીનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ઉપરાંત ગાંધીધામ આઈટીઆઈના પ્રિન્સીપાલ એન એ પટેલ, સિદ્ધાર્થ વાજા, દેવેન્દ્ર શ્રીમાળી, તેજલભાઈ ગણાત્રા, મોલકી રાવલ, હંસરાજભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

Comments