પૈયામાં ગેરકાયદે રીતે ગૌવંશની કતલની પ્રવૃતિનો પર્દાફાશ ’
ગામના શખ્સની ધરપકડ કરી વાહન સહિત પ.રપ લાખનો મુદામાલ કબ્જે કરાયો
ભુજ : તાલુકાના પૈયા ગામે પ્રાથમિક સ્કૂલની બાજુમાં સુલેમાન સુમાર મોખાના કબ્જાના મકાનમાં ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે માધાપર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં ગેરકાયદે રીતે ગૌવંશ પશુઓને પકડી ગેરકાયદે કતલ કરી માસનું વેચાણ કરાતું હતું. પોલીસે સ્થળ પરથી ગૌવંશની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો નંબર જી.જે. ૧ર બી ડબલ્યુ ૭૬૪૦ તેમજ સ્પલેન્ડર બાઈક નંબર જી.જે ૧ર ઈક્યુ ૭૬૦૭ તેમજ વજન કાંટો, કટર, લાકડાના બે થડા, કોઈતા, છરો સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી ૧૭ કિલો ગૌમાસ સાથે સુલેમાન સુમાર મોખાની ધરપકડ કરવામાં આવી હતી. જયારે બોલાડી ગામનો હયાત અબ્દુલ મંધરિયા હાજર મળી આવ્યો ન હતો. જેથી માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments