Trending News
સ્થાનિક સમાચાર

અંજારના રાતાતળાવ પાસે જીઆરઆઈએલ કંપની દ્વારા ખુલ્લેઆમ ખનીજચોરી : તંત્ર અજાણ કે, અંધારામાં..?

14 August


નેશનલ હાઈવેના કામોમાં પરમીટના નેજા હેઠળ કંપની દ્વારા મોટા પ્રમાણમાં આડેધડ ખનીજચોરી કરવામા આવતી હોવાની 
ઉઠી ફરીયાદ : ફરીયાદીએ તંત્રને જાણ કરી હોવા ઉપરાંત પણ કાર્યવાહીના નામે મીંડુ જ રહ્યાનો લગાવાયો અંગુલીનિર્દેશ’’


અગાઉ ટીમો મોકલાવી હતી, ખનીજચોરી મળવા પામી ન હોતી, ફરીથી ચોકકસથી અહી તપાસણી કરાવીશું, પરમીટ ઉપરાંતનું ખનન હશે તો કાર્યવાહી થશે : શ્રી પટેલ (ભુસ્તરશાસ્ત્રી, ખાણખનિજ વિભાગ પૂર્વ)


ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવીધ સુંદરતા ધરાવતા કચ્છ જીલ્લાના પેટાળમાં પણ અનેકવીધ અદભુત અને મોંઘેરા ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાથી સરકારને જેટલી રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી અનેકઘણી ખનીજચોરી કરવામા આવી રહી છે અને તેની ફરીયાદો સમયાંતરે સપાટી પર પણ આવતી જ રહેતી હોય છે. દરમ્યાન આવી જ એક ફરીયાદ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના એક વિસ્તારમાં ખનીજચોરીને લઈને ઉભી થવા પામી રહી છે. ફરીયાદીએ આપેલી ફરીયાદો મુજબ અંજાર તાલુકાના રાતાતળાવ પાસે આવેલા ઝરૂ રોડ વિસ્તારમાં એક નામીચી કંપની દ્વારા લાંબા સમયથી બેધકડ બિનધાસ્ત થઈ અને મોટા પ્રમાણમાં ખનીજચોરી કરવામાં આવી રહી છે. આ અંગે અરજદાર દ્વારા તંત્રને ફરીયાદ અપાઈ છે પછી પણ કાર્યવાહી થવા પામી ન હોવાનો અંગુલીનિર્દેશ ફરીયાદીએ દર્શાવ્યો છે.સહેજ વિગતે વાત કરીએ તો અંજારના રાતાતળાવ પાસેના ઝરૂ રોડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી જીઆરઆઈએલ નામની કંપની દ્વારા નેશનલ હાઈવેના કામોમાં ઉપયોગમાં લેવાની લાલમાટી ઉપાડવાનો વર્ક ઓર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામા આવેલો છે તેમ છતા પણ આ કંપની દ્વારા સબંધીત વીસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ઉસેડવામાં આવી રહ્યા હોવાની ફરીયાદ કરાઈ છે.અરજદારે કહયુ છે કે, ખાણખનિજ વિભાગની ટુકડી આ માટે સ્થળ નિરીક્ષણના નામે માત્ર ચકકર મારી આવી છે અને કાર્યવાહી હજુ સુધી કંઈ જ થવા પામી નથી જેના લીધે આવી કંપનીઓ દ્વારા સરકારને રોયલ્ટીની તગડી રકમનો આર્થીક ફટકો પાડવામા આવી રહ્યો હોવાનું જણાવાયું છે. બીજીતરફ આ બાબતે પૂર્વ કચ્છખા ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આવી કોઈ જ ફરીયાદ વર્તમાન સમયે અમારા ધ્યાને આવવા પામી નથી. અગાઉ રજુઆત હતી તો તપાસકરાવાઈ હતી પરંતુ પરમીટ અનુસારનું જ કામ સામે આવવા પામ્યુ હતુ. ફરીથી ચોકકસથી અહી તપાસ કરવામાં આવશે અને પરમીટ ઉપરાંતનું કોઈ પણ ખનન થયાનુ માલુમ પડશે તો ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે તેવી ખાત્રી આ તબક્કે શ્રી પટેલે આપી હતી.

Comments

COMMENT / REPLY FROM