ભુજ એસીબીના ડીવાયએસપી કે.એચ. ગોહિલને રાષ્ટ્રપતિ મેડલ એનાય
મુંદરામાં કસ્ટમમાં લાંચ લેતા બાબુને ઝડપી લેવા સાથે માંડવી નગરપાલિકા, ભુજ ખેતીવાડી વિભાગ,ભુજ પાલારા જેલમાં પણ સફળ ટ્રેપ તેમજ ઉત્તર ગુજરાતમાં આરટીઓમાં લાંચ લેતા અધિકારીને ઝડપી લેવા
સહીતની ભ્રષ્ટાચાર અટકાવવા માટે કે.એચ. ગોહિલે કરેલી નોંધપાત્ર કામગીરીની નોંધ લેવાઈ
ભુજ : આવતીકાલે ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી - કર્મચારીઓ માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી દેશને સંબોધીત કરશે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા વિશિષ્ઠ સેવા અને પ્રસંશનીય કામગીરી કરનારા દેશભરના ૧૦૩૭ સુરક્ષા કર્મચારીઓને મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના રપ અધિકારી કર્મચારીનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રશંસનીય સેવા માટે બોર્ડર એકમ ભુજ એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ હિંમતસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે તેમને આવતીકાલે રાષ્ટ્રપતિ પદક એનાયત કરવામાં આવશે. જે ખુબ ગર્વની વાત કહી શકાય તેમ છે. હાલમાં તેઓ પાસે રાજકોટ એસીબીના મદદનીશ નિયામકનો પણ ચાર્જ છે. બોર્ડર એકમના ડીવાયએસપી તરીકે કચ્છ તેમજ પાટણ અને બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. મુંદરામાં કસ્ટમમાં લાંચ લેતા બાબુને ઝડપી લેવા સાથે માંડવી નગરપાલિકા, ભુજ ખેતીવાડી વિભાગ તેમજ ઉત્તર ગુજરાતમાં આરટીઓમાં લાંચ લેતા અધિકારીને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને પગલે તેઓને રાજકોટ મુકવામાં આવ્યા છે. અગાઉના ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાના કૌભાંડનો પર્દાફાશ કરી તાજેતરમાં ભુજથી રાજકોટ ગયેલા લાંચિયા ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને ઝડપી લીધો હતો.

Comments