Trending News
ક્રાઈમ

ભીમાસરની ખીજડિયાવાંઢમાં એલસીબીએ ર૬.૪૦ લાખનો શરાબ ઝડપ્યો

14 August

પૂર્વ કચ્છમાં શરાબની ગેરકાયદે બદીને ડામવા એલસીબી એકશનમાં 




ગાંધીધામમાં સ્મશાન  પુલિયા પાસે ૭.૭૪ લાખના શરાબ સાથે બે યુવકને 
ઝડપી ૧૮.૩પ લાખનો મુદામાલ કબ્જે કરાયો 



ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં શરાબની ગેરકાયદે બદીને ડામવા માટે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લામાં હાલે ડ્રાઈવ યોજવામા આવી છે. તેમાં આડેસર પોલીસની હદમાંથી ર૬.૪૦ લાખનો અને ગાંધીધામ બે ડિવિઝન પોલીસની હદમાંથી ૭.૭૪ લાખનો શરાબ ઝડપી લેવાયો છે. 
આડેસર પોલીસની હદમા આવતાં ભીમાસર ગામે ખીજડિયા વાંઢમાં રહેતા આરોપી રાજુ કાનાભાઈ ભીમાણીએ પોતાના કબ્જાની ઓરડીમાં વિદેશી દારૂ વેચાણ માટે ઉતાર્યો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓરડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના ક્વાટરિયાની પપ૦ મળી આવી હતી. ગણતરી કરતા કુલ ર૬,૪૦૦ ક્વાટરિયા કિ.રૂા. ર૬.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આગળની તપાસ એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા પોતે સંભાળી રહ્યા છે. જયારે ગાંધીધામમાં ઈન્દિરાનગર સ્મશાન પુલિયા પાસે એલસીબીએ કાર્યવાહી કરી મુંદરા તાલુકાના ભોરારા ગામના શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને બનાસકાંઠાના સુઈ ગામના કુલદિપસિંહ ધીરજી ચૌહાણને ઝડપી લીધા હતા. આરોપીના કબ્જાની ટાટા હેરિયર ગાડી નંબર જી.જે. ૧ર એફસી ૯૬૩૬ કિ.રૂા. ૧૦ લાખ તેમજ ૭.૭૪ લાખની શરાબની રપર બોટલ કબ્જે કરવામાં આવી હતી. રેડ દરમિયાન રાજસ્થાનના સાંચરોના રવિ બિષ્નોઈનું નામ ખુલવા પામ્યું છે. આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ એલસીબી પીએસઆઈ એમ.વી. જાડેજા પોતે સંભાળી રહ્યા છે. 
 

Comments

COMMENT / REPLY FROM