Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ગેરકાયદે રીતે ગેસના બાટલા રીફલીંગ કરવાની પ્રવૃતિ ઝડપાઈ

13 August


ગણેશનગરની બે દુકાનમાં પોલીસની તપાસ દરમ્યાન ખાલી ભરેલા ગેસના બાટલા મળ્યા : લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રમાણે ગેસનું રીફલીંગ કરાતું : સંચાલકોની અટકાયત કરાઈ : પુરવઠા વિભાગને કરવાની થતી કામગીરી પોલીસને કરવી પડે છે : વધુ એક વખત પુરવઠા વિભાગ અંધારામાં ઉઘતું ઝડપાયું


અંજાર : તાલુકાના વરસામેડીમાં શાંતિધામ  - રમાં પ્રોવીઝન સ્ટોરના સંચાલક દ્વારા ગેરકાયદે રીતે જોખમી અને ઘરેલુ ગેસના બાટલા રીફલીંગ કરવામાં આવતા હતા. જે બાદ ગાંધીધામમાં પણ આ પ્રમાણેની ઘટના સામે આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું કે, ગણેશનગરમાં શાકભાજી માર્કેટ પાસે આવેલ દુકાન નં. ૪પ૩, આયુષ એન્ટરપ્રાઈઝમાં તપાસ કરવામાં આવી હતી. જયાં ઘરેલુ ગેસના ભરેલા ૬ બાટલા, બે ખાલી તેમજ કોમર્શીયલ ગેસના બે ભરેલા અને બે ખાલી બાટલા તેમજ રીફલીંગ માટે ઉપયોગમાં લેવાતા પાઈપ, મોટર, વાલ્વ, વજનકાંટો વગેરે મળી ર૬ હજારનો મુદ્દામાલ કબજે કરી મુન્નાકુમાર ચનારી કેવટની અટકાયત કરવામાં આવી હતી. આરોપીએ કોઈપણ જાતના ફાયર સેફટીના સાધનો ન રાખી જિંદગી જોખમાય તેવું કૃત્ય કર્યું હતું. બીજી કાર્યવાહી આજ વિસ્તારમાં સંતોષ ચુલા રીપેરીંગ નામની દુકાનમાં કરવામાં આવી હતી. જયાં ઘરેલુ ઉપયોગના ગેસના ભરેલા ૮ બાટલા, બે ખાલી તેમજ કોમર્શીયલ ગેસના ભરેલો એક અને ત્રણ ખાલી બાટલા તેમજ પાઈપ, મોટર વગેરે મળી ર૮ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.મહત્વનું છે કે, આ કામગીરી પુરવઠા વિભાગને કરવાની હોય છે પરંતુ પુરવઠા વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વરસામેડીમાં પણ પોલીસે ગેરકાયદે રીફલીંગનું કૌભાંડ ઝડપ્યું હતું. જે બાદ ગાંધીધામમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. હજુ પણ અન્ય વિસ્તારોમાં તપાસ થશે તો આ પ્રમાણેની ગેરરીતિ સામે આવશે. પશ્ચિમ કચ્છમાં એસપીની જગ્યા ખાલી હોવાથી પોલીસ દળ જાણે સુસ્ત હોય તેમ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જો કે જવાબદાર એવા પુરવઠા વિભાગને જાણે લોકોના જીવની પડી નથી તેમ સુષુપ્ત અવસ્થામાં છે. જિલ્લામાં ગેરકાયદે રીતે ગેસના બોટલની હેરફેર થતી હોવા છતાં નામ માત્રની ચેકીંગ કરવામાં આવ્યું નથી. કલેકટર પુરવઠા વિભાગનો ઉધડો લેશે અથવા ઉપરથી કાર્યવાહી માટે આદેશ અપાશે તે બાદ તપાસ માટેના નાટક કરવાની ભૂમિકા પુરવઠા વિભાગ ભજવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM