કચ્છ પોલીસનો જુગારીઓ પર સપાટો : ૭૧ ખેલી દબોચાયા, ૯ ફરાર
અંજારમાં પાણીના ટાંકા, વરસામેડી, કોટડા, અમરાપર, મેઘપર બોરીચી, ગાંધીધામમાં સુંદરપુરી, આદીપુર, રાપરમાં પલાંસવા, ગજુવાંઢ, ભુજના ધાણેટી, બળદીયા, મુંદરાના લુણી, અબડાસાના મોખરા, વરાડીયામાં પોલીસની કાર્યવાહી : ખેલીઓ પાસેથી રોકડા રૂા. ર.૦૯ લાખ સહિતનો મુદ્દામાલ સ્થાનીક પોલીસે કબ્જે કર્યો
ભુજ : શ્રાવણ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ જુગારીઓના પડ જામી રહ્યા છે. પો પોલીસ પણ જુગારીઓના રંગમાં ભંગ પાડી રહી હોય તેમ દરરોજ જુગાર રમતા ખેલીઓ ઝડપાઈ રહ્યા છે. અલગ અલગ દરોડામાં ખેલીઓ પાસેથી રોકડા રૂા. ર.૦૯ લાખ સહિતનો મુદ્દામાલ સ્થાનીક પોલીસે કબ્જે કર્યો હતો. અંજાર શહેરમાં જુના પાણીના ટાંકાની બાજુમાં આવેલ ગૌચરવાળી જમીનમાં બાવળોની ઝાડીઓ વચ્ચે જુગાર રમતા ૧૦ ખેલીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે પાંચ ખેલી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ખેલીઓમાં કુકમાના ધર્મેન્દ્રસિંહ સુરેશસિંહ ચૌહાણ, પ્રવીણસિંહ રણજીતસિંહ જાડેજા, મોહનભાઈ રમેશભાઈ કોલી, વાઘાભાઈ જખરાભાઈ રવાભાઈ છાંગા, દેવજીભાઈ નધાભાઈ વણકર, વિશ્રામભાઈ હરજીભાઈ લુહાર, મોમાયાભાઈ હીરાભાઈ લુહાર, નારાણભાઈ ગોપાલભાઈ વસ્તાભાઈ માતા, વાલજીભાઈ અરજણભાઈ ગોપાલભાઈ છાંગા અને રામજીભાઈ રવાભાઈ ડકોભાઈ માતાને ઝડપી લેવામાં આવ્યા હતા. રોકડા રૂા. ૬૩ર૦૦, પ૧૩૦૦ ના ૧ર મોબાઈલ તેમજ અઢી લાખના દસ બાઈક, એલઈડી ચાર્જીંગ રોફ લાઈટ સહિત ૩.૬પ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે વાહન નં. જી.જે.ર૪ એ.એલ. ૪૯૦૯, જી.જે.૧ર.ઈ.પી. પ૧૧૧, જી.જે.૧ર.ડીપી ૭૬પ૬, જી.જે.૧ર.ઈએન ૮૯૪પ, જી.જે.૧ર.ઈ.સી. ૧ર૯૧ ના ચાલક ભાગી જવામાં સફળ રહ્યા હતા. અંજાર પોલીસમાં તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંજાર તાલુકાના વરસામેડીમાં સૌરભ ઈન્ટરનેશલ ટીમ્બરના ગેટની બહાર જુગાર રમતા રફીકફુલ મોહરઅલી ઈસ્લામ, અફીઝુલ સમશેરઅલી શેખ, સાહુમુદીન હબીબ રહેમાન શેખ અને તપન તીરનદાસ સરાનીયાને અંજાર પોલીસે જુગાર રમતા ઝડપી રોકડા રૂા. ૧ર૩૦૦ કબજે કર્યા હતા. તો તાલુકાના કોટડા ગામની સીમમાં જુગાર રમતા પ્રવીણભાઈ વાસણભાઈ સામળીયા, સામજીભાઈ જખરાભાઈ ડાંગર, નારાણભાઈ રતાભાઈ ડાંગર, સુલતાનભાઈ ઈબ્રાહીમભાઈ ફકીર અને બાબુભાઈ રામજીભાઈ ડાંગર (આહિર) ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. જયારે અમરાપર ગામે નસીબ અજમાવતા ખુમાનભાઈ સવાભાઈ ગાગલ, ખીમાભાઈ રાજાભાઈ ઢીલા, ધનાભાઈ ખેંગારભાઈ માતા, રાણાભાઈ રૂપાભાઈ માતા, માવજીભાઈ હીરાભાઈ માતા અને હમીરભાઈ કરશનભાઈ માતા મળી આવ્યા હતા. જેઓ પાસેથી રોકડા રૂા. ૪૪૦૦ કબજે કરી દુધઈ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તાલુકાના મેઘપર બોરીચીમાં વિજયનગર સોસાયટીમાં લાઈટના અજવાળે જુગાર રમતા ગીરજાશંકર જેન્તીલાલ વ્યાસ, વિક્રમસિંહ મુરુભા જાડેજા, દેવેન્દ્રસિંહ દતરાજસિંહ જાડેજા, ગૌતમ ડાયાભાઈ જોશી, ઘનશ્યામ પ્રહલાદભાઈ જોશી અને રવિ ગૌતમભાઈ રાજગોર રોકડા રૂા. ૩રપ૦૦ સાથે ઝડપાયા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરીના શેતાન ચોકમાં જુગાર રમતા ભરતભાઈ લખમણભાઈ ઝાલા, મેઘજી હીરાભાઈ મહેશ્વરી, અરવિંદ કાકુભાઈ મહેશ્વરી, કમલેશ રામજીભાઈ મહેશ્વરીને ઝડપી રોકડા રૂા. ૧૦ર૦૦ કબજે કર્યા હતા. જયારે રેડક્રોસ ચાર રસ્તા પાસે મેઘુભા જાડેજા આર્કેડ નજીક આદીપુરના કરણ પ્રકાશભાઈ પજવાણીને ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતા ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ફોન કબજે કરાયો હતો. દુબઈમાં રહેતા કૃણાલ નામના શખ્સે પાસબુક અને આઈડી આપી હોવાનું સામે આવ્યું છે. તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આદીપુરમાં ૮૦ બજાર પાસે વરલી મટકાના આંક ફરકનો રૂપિયાની હારજીતનો જુગાર રમી વોટસઅપમાં સુખદેવ ગઢવીને આંકડાની કટીંગ કરી આપતા આદીપુરના રામ દેવરાજભાઈ ગઢવીને પોલીસે ઝડપી મોબાઈલ અને રોકડ સહિત ૧પ૧૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે રાપર તાલુકામાં પલાંસવા ગામે નવાપરા વિસ્તારમાં દેવશીભાઈ ભરવાડના ઘરની બાજુની શેરીમાં જુગાર રમતા લક્ષ્મણ ઉર્ફે દિનેશ ભીમાભાઈ ભરવાડ, અરજણભાઈ વીસાભાઈ ભરવાડ, ઘેલાભાઈ મોમાયાભાઈ ભરવાડ, મેહુલભાઈ ડાયાભાઈ પરમાર રોકડા રૂા. ૧૦૩૦૦ સાથે ઝડપાઈ ગયા હતા. જયારે ગજુવાંઢ ગામે મંદિરની બાજુમાં તીનપતિનો જુગાર રમતા વીશનભાઈ રાણાભાઈ કોલી, રાયશીભાઈ ગોકરભાઈ કોલી, અમરશીભાઈ ગોકરભાઈ કોલી, મનસુખભાઈ કરશનભાઈ કોલી, મનજીભાઈ રાણાભાઈ કોલી, મોમાયાભાઈ બીજલભાઈ કોલી, મોમાયાભાઈ રામજીભાઈ કોલી, પ્રવીણભાઈ કાંથડભાઈ કોલી અને કરશનભાઈ છગનભાઈ કોલીને ઝડપી રોકડા રૂા. ૧૧૪૪૦ કબજે કરવામાં આવ્યા હતા. ભુજ તાલુકાના ધાણેટી ગામે તળાવના કાંઠે બેટરીના અજવાળે જુગાર રમતા નંદનલાલ ઉર્ફે ભોળાભાઈ દાનાભાઈ છાંગા, ભુરાભાઈ દલશીભાઈ ડામોર, હરેશગર જ્ઞાનગર ગુંસાઈ, દિનેશ અનસિંગ ડામોર, ભરતભાઈ હધુભાઈ છાંગા ઝડપાયા હતા. રોકડા રૂા. ૧૭૧૮૦ ને રપ હજારના પાંચ મોબાઈલ પધ્ધર પોલીસે કબજે કર્યા હતા. જયારે બળદીયા ગામે ઝુમખા રોડ પર શાંતાબેન સામજી ગરવાના મકાનમાં જુગાર રમતા શાંતાબેન ઉપરાંત શેરૂબાઈ સુમાર સમેજા, નાનાબાઈ કરમશી વણકર, મેઘબાઈ રામજી વણકર, રામીબેન પ્રેમજી સીજુને જુગાર રમતા માનકુવા પોલીસે ઝડપી પાડી રોકડા રૂા. ૧૧૪૪૦ કબજે કર્યા હતા. આ તરફ મુંદરા મરીન પોલીસે લુણી ગામે બાવળોની ઝાડીમાં નસીબ અજમાવતા સલીમ અલીમામદ ગાંધ, પ્રદીપસિંહ રૂપસંગજી જાડેજા, દિલીપસિંહ હરૂભા જાડેજા, શૌકતઅલી સલીમ ગાંધને ઝડપી લીધા હતા, જયારે શબ્બીર મામદ ગાંધ અને સુરેશ કકા મહેશ્વરીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. રોકડા રૂા. ૧૦૭ર૦ કબજે કરી મરીન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.અબડાસા તાલુકાના વરાડીયા ગામે જુગાર રમતા શંકર આચાર સીજુ, ગાંગજી ધીરવ સીજુ, રામજી આચાર સીજુ, ભરત રામજી સીજુ, મહેન્દ્રસિંહ જટુભા જાડેજા અને લાલજી ગાંગજીને પોલીસે રોકડા રૂા. ૧૩ર૭૦ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. વાયોર પોલીસે મોખરા ગામના બસ સ્ટેશન પાસે જુગાર રમતા દીપક ગાભુ ગંઢેર, અશોક બબા કોલી, બુધીયા આચાર કોલી, લીલાધર વાલજી ગજરા, નાનજી રામા જેપાર અને સુરેશ પ્રેમજી જેપારને જુગાર રમતા ઝડપી રોકડા ૧૬૩૦ કબજે કર્યા હતા.

Comments