કચ્છ જિલ્લા ગેસ એજન્સી સંચાલકોની બેઠક યોજાઈ
ભુજ : કચ્છ જિલ્લાના તમામ ગેસ એજન્સી સંચાલકો તથા કચ્છ જિલ્લાના ઉજજવલા યોજના અને ઓઇલ માર્કેટીંગ કંપનીના અધિકારી સાથે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ગેસ એજન્સીધારકોને ગેસ બોટલ અંગેની કોઇ પણ પ્રકારની કાળા બજારી ન થાય, ઘરગથ્થુ વપરાશના સબસીડાઇઝડ ગેસ સિલિન્ડરોનો ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે વપરાશ કરવામાં ન આવે, ગેસ સિલિન્ડરોનું ખોટી રીતે ડાયવર્જન ન થાય તેમજ અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ સદંતર બંધ થાય, ગેસકાર્ડધારકોને ગેસ સિલિન્ડર મેળવવામાં કોઇ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે તમામ તકેદારી રાખવા તેમજ પુરવઠાની તપાસણીમાં આવી કોઇ ગેરરીતિઓ થતી જણાઇ આવશે તો સખત પગલાં હાથ ધરવામાં આવશે, જેથી સૂચનાઓ મુજબ અમલવારી કરવા તમામ એજન્સી સંચાલકોને જિલ્લા પુરવઠા અધિકારી તરફથી સૂચના અપાઈ હતી.
----

Comments