કચ્છમાં ફરજ બજાવી ગયેલા રાજકોટના ફાયર અધિકારી લાંચ લેતા પકડાયા
ભુજ :કચ્છમાં ફરજ બજાવી ગયેલા ફાયર વિભાગના ઓફિસર અનિલ મારૂ લાંચના છટકામાં ઝડપાઈ ગયા છે. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં તેઓ હાલે ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે જવાબદારી બજાવી રહ્યા છે. સોમવારે તેઓ રૂપિયા ૧ લાખ ૮૦ હજારની લાંચની માંગણીના કેસમાં એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરે છે. તેમણે રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું એનઓસી આ કામનાં આક્ષેપીત પાસે મેળવવા ગયા હતા. ત્યારે ૩ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ ૧ લાખ ૨૦ હજાર આપી બાકીની રકમ માટે મુદત માંગી હતી. ત્યારબાદ જામનગર એસીબીનો સંપર્ક કરી લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં લાંચના નાણાં સ્વીકારી રહેલા આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

Comments