Trending News
સ્થાનિક સમાચાર

ભુતીયા શિક્ષકોનો દાવાનળ કચ્છમાં પણ પહોચ્યો : ૪ વિદેશ પ્રવાસ સહિતના ૧૧ કેસો સામે આવ્યા..!

12 August


જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ પ્રેસ મારફતે આપી વિગતો : ૪ શિક્ષકો વિદેશ પ્રવાસના અને અન્ય સાત શિક્ષકો લાંબા સમયથી ફરજ પર હાજર ન હોવાના ઘટનાક્રમો આવ્યા સામે : ૭ શિક્ષકોને નોટીસ આપવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે, એ પછી પણ હાજર નહી થાય તો ધોરણસરની કાર્યવાહી કરાશે : શ્રી વાઘેલા(ડીપીઈઓ, કચ્છ)


ભુજમાંથી છ, ગાંધીધામ-રાપરમાંથી બે અને અંજાર-નખત્રાણા તાલુકામાંથી એક એક શિક્ષકો સામે કાર્યવાહીની તૈયારી



ગાંધીધામ : રાજયભરમાં ભુતીયા શિક્ષકોને લઈને તપાસના આદેશો વછુટયા બાદ કચ્છમા પણ આ બાબતેની કાર્યવાહી હાથ ધરવામા આવેલી હતી અને આજ રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રીવાઘેલાએ પ્રેસની સાથે વાતચીત કરી અને તેઓ તબક્કેથી તાલુકાની ટીમો સાથે પરામર્શ કર્ય બાદ થયેલી કાર્યવાહી અંગે અવગત કરતા કહ્યુ હતુ કે, કચ્છમાં પણ ૪ વિદેશ પ્રવાસ સહિતના કુલ્લ ૧૧ જેટલા આવા શિક્ષકોની વિગતો સામે આવવા પામી છે. શ્રી વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ચારેક જેટલા કેસો વિદશે પ્રવાસના છે અને તે માટે તાલુકાની ટીમ માટે પરામર્શ કરી અને વખતોવખત નોટીસ પણ આપી છે અને નિયમ અનુસાર તેઓને ત્રણ વખત જાણ કરવાની હોય છે જે કરેલી છે. અંતિમ તબક્કામાં આ કાર્યવાહી છે અને જો તે બાદ પણ જો હવે આ શિક્ષકો હાજર નહી થાય તો દૈનિક પત્રોને જાણ કરી અને તેમની સેવા અમે સમાપ્ત કરીશુ. જે વિદેશ ગયેલા ચાર કેસો છે તે માટે તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીની વાત મુકાયેલ છે અને જિલ્લામાથી પણ નિયમોનુસારની કાર્યવાહી હોય છે. અને તે અંતર્ગત ખરેખર તેઓ કઈ તારીખથી તેઓની અનિયમિતતા છે ે અંગે દરખાસ્ત કરશે અને સાથે સાથે જે રીતે સરકારી નિયમ છે કે કોઈ પણ વ્યકિત તેની ફરજ દરમ્યાન તેણે રજા મુકેલી હોય અને તે રજા પુરીથયા બાદ ફરજ પર હાજર ન થાય તો તેમના પગાર અટકાવી શકવા સહિતની જોગવાઈ રહેલી છે. વધુમાં તેઓએ કહ્યુ હતુ કે, ૧૧માથી  વિદેશ પ્રવાસના છે અને બાકીના જે સાત કેસ છે તેઓને વખતોવખત નેાટીસ આપી છે, તેઓ હાજર નથી થયા, તેઓની સામે કુદરતી ન્યાયના સીદ્ધાંત અનુસાર સરકારી તંત્ર પણ કહે છે કે, જે વ્યકિતએ જ જવાબદારી ધારણ કરી છે તેના પર તે હાજર થઈ જાય અને હવે આ તબક્કે અંતિમ નોટીસ આપીશુ અને દૈનિક પત્રોમાં અમે જાહેર નોટીસ આપી અને આવા કર્મચારીઓને છુટા કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Comments

COMMENT / REPLY FROM