Trending News
ક્રાઈમ

પધ્ધરનો શખ્સ મહેસાણામાં વિદેશી સિગારેટના જથ્થા સાથે ઝડપાયો

12 August



મહેસાણા એસઓજીની ટીમે પાંચોટ બ્રિજ પાસે વૉચ ગોઠવી બાવન પેકેટ સાથે શખ્સને ઝડપી પાડયો


ભુજ : મહેસાણા એસઓજીની ટીમે વિદેશી સિગારેટના જથ્થા સાથે ઉનાવાના શખ્સને પાંચોટ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. ૪ કંપનીના ૫૨ પેકેટ વિદેશી સિગારેટનો રૂ.૧૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા બાયપાસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, વિદેશી સિગારેટનો સંગ્રહ કરી ભરીને વેચાણ કરી રહેલો શખ્સ પાંચોટ બ્રિજ પાસે ઉભો છે. જેને આધારે ટીમે ઘટના સ્થળે કોર્ડન કરી વાઘેલા નિલેશ કાનજીભાઈ હાલ રહે. ઉનાવા, મૂળ રહે. પધ્ધર મેઈન માર્કેટ, તા.ભુજને ઝડપી તેની પાસેના થેલાની તલાસી લેતાં રૂ.૧૭,૬૦૦ની કિંમતની ૫૨ પેકેટ વિદેશી સિગારેટ મળી આવી હતી. પોલીસે તે કબજે કરી નિલેશ વાઘેલા સામે તમાકુ અધિનિયમ હેઠળ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Comments

COMMENT / REPLY FROM