Trending News
સ્થાનિક સમાચાર

શિણાયના ડેમમાં ડૂબી જવાથી તુણાના યુવાનનું મોત

12 August



નગાવલાડીયામાં આધેડ અને કંડલામાં યુવાને ફાંસો ખાઈ લીધો 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુની અલગ અલગ ત્રણ ઘટનાઓ સામે આવી છે.  જેમાં શિણાય ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત થયું હતું, જયારે અંજારના નગાવલાડીયા અને કંડલામાં આધેડ અને યુવાને ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. આદીપુર નજીક આવેલા શિણાય ડેમમાં ડુબી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. તુણા ગામમાં રહેતો ર૧ વર્ષિય અબ્દુલ અકબર બાપડા શિણાય ડેમમાં ન્હાવા ગયો હતો પરત ન આવતા શોધખોળ કરવામાં આવી હતી, એ દરમ્યાન ગઈકાલે સવારે ડેમમાં ડૂબેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે આદીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જયારે અંજાર તાલુકાના નગા વલાડીયા ગામમાં રહેતા કરશનભાઈ દેવરાજભાઈ કાનગડે પોતાની જાતે ઘરે દોરડા વડે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું. જે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ નવા કંડલામાં આહિર સોલ્ટ વેબ્રીજ નં. ૧ ની ઉપર આવેલ ઓરડીમાં યુવાને આપઘાત કરી લીધો હતો. મુળ ઉત્તરપ્રદેશના અને હાલ અહીં રહેતા ર૬ વર્ષિય અક્ષયકુમાર ફુલચંદ બીંદ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લોખંડની પાઈપમાં દોરી બાંધીને જીવાદોરી ટુંકાવી લેતા કંડલા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM