Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં રેશનીંગના ભ્રષ્ટ ધનેડાંઓનો કાયમી સફાયો કેમ નહીં ? ૯૦ દિવસના પરવાના માત્ર રદ થતા તરેહ તરેહના અંગુલીનિર્દેશ

12 August




ગુજરાતની રાજય કક્ષાની પુરવઠા વિભાગની વિજિલન્સની ટુકડી થોડા સમય પહેલા ગાંધીધામમાં ત્રાટકી અને તપાસણી કરતા કયાંક ડમી રાશનકર્ડ તો કયાંક સરકારી અનાજનો જથ્થો-સ્ટોકમાં મોટા ફેરફારો ખુલ્યા હતા, જે બાદ જિલ્લાકક્ષાએથી પણ ભુજ-મિરઝાપર, અંજાર, ગાંધીધામ સહિતની રેશનીંગની દુકાનોમાં કાર્યવાહી આદરી હતી, રાજયકક્ષાની ટીમોએ નાક કાપ્યા બાદ તંત્ર સ્થાનિકનું કંઈક કડક થવાની સેવાતી હતી આશા, પરંતુ સમ ખાવા પુરતા નાનકડા દંડ અને હંગામી પરવાનાઓ જ રદ કરવાની થઈ રહી છે કાર્યવાહી


ખાટલે મોટી ખોટ : રેશનીંગના દુકાનવાળાઓના પરવાના રદ થાય છે, ડીપોજીટ જપ્ત કરાય છે, દંડ ફટકારાયા છે, તે તો સારી વાત છે, પરંતુ રેશનીંગના જથ્થાની જે ઘટ્ટ આવી છે, અથવા તો સ્ટોકમાં ડીફરન્સ આવ્યા છે, લાભાર્થીઓને સરકારી અનાજ અપાયુ નથી, તો પછી ભ્રષ્ટ રેશનીંગના ધનેડાઓએ આ રાશન વેંચ્યુ છે કોને? તંત્ર કેમ સરકારી રાશન ખરીદનારાઓ સુધી નથી  પહોંચતું?

વર્તમાન ડીએસઓશ્રી હાશ્મીએ ભુજ-માંડવી-નખત્રાણા, ગાંધીધામ સહિતમાં પાછલા અમુક દીવસોમાં ટીમો ઉતારીને બોલવેલ સપાટો આવકારદાયક પરંતુ એકાદ કેસમાં કાયમી પરવાનો રદ કરાયો છે, બાકી હંગામી ૯૦ દીવસ માટે જ પરવાનો રદ કરાતા પ્રબુદ્ધવર્ગમા ઉભો થયો ગણગણાટ : આવા ભ્રષ્ટ ધનેડાઓ પોતાના પરીવારના નામે અથવા તો પુનઃ ત્રણ મહીના બાદ પરવાનગીઓ મેળવીને રેશનીંગની કાળાબજારમાં  નહી લિપ્ત થાય તેની શું ખાત્રી? : હાલમાં કંડલામાં પણ એક સરકારી દુકાનનો પરવાનો ૯૦ દીવસ માટે રદ કરાયો છે, આળતીયા-મળતીયાઓ કે સગા-સબંધીઓના નામે આવા તત્વો બીજી દુકાનો કે તેના હવાલાઓ નહી ધરાવતા હોય તેની કોને ખબર?



ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર અંત્યોદયનો ઉત્થાન થાય, કોઈ પણ વ્યકિત ભુખ્યું ન સુવે તે માટે અથાગ પ્રયાસો કરી અને નીતનવી યોજનાઓ જાહેર કરી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ સરકારના પુરવઠા વીભાગના અમુક ભ્રષ્ટ તત્વોની સાંઠગાંઠ અથવા તો રહેમ નજર હેઠળ ગરીબોના હકકનુ અનાજ અમુક રેશનીંગવાળા ભ્રષ્ટ ધનેડાઓ જ બારોબાર ચાંઉ કરી જઈ, તેની કાળાબજારી કરતા હોવાની ઘટનાઓ કચ્છમાં જ હાલમાં એક પછી એક રેશનીંગની દુકાનોમાં ખુલેલા કૌભાંડો અને ઘટનાક્રમો પરથી જ જોવાઈ રહ્યું છે. રાજય પુરવઠા વિભાગની ટુકડીએ આકસ્મિક તપાસની તવાઈ એકાદ દોઢ માસ પહેલા બોલાવી અને ગાંધીધામના ખારીરોહર સહિતના વિસ્તારો તથા ભુજ-માંડવી-નખત્રાણા સહિતના પટ્ટામાથી ચકાસણીઓ કરી હતી અને તેમાથી ખારીરોહરની વ્યાજબી ભાવની દુકાનમાં ડમી રાશનકાર્ડ સહિતના ઘોટાળાઓ ખુલવા પામી ગયા હતા જે બાદ સર્વે સહિતની કાર્યવાહી પણ કરવામા આવી હતી. આ જ રીતે અંજાર-માંડવી-ભુજ-નખત્રાણામાં પણ રેશનીંગની દુકાનો પર જિલ્લાકક્ષાએથી કાર્યવાહી કરવામા આવી હતી. વર્તમાન ડીએસઓશ્રી હાસમી દ્વારા રીતસરનો સપાટો જ બોલાવાયો હોય તે રીતે ખારીરોહરના દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કર્યો, તેની ડીપોજીટ રાજયસાત કરી અને દંડ પણ તગડો ફટકારી દીધો છે. તો વળી અન્ય કીસ્સાઓમાં નોટીસ ફટકારાઈ અને હંગામી ધોરણે પણ પરવાનાઓ રદ થવા પામ્યા છે. શ્રી હાસમીની આ પ્રકારની કાર્યવાહીથી રેશનીંગમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરનારામાં ક્ષણિક ફફડાટ ચોકકસથી બેઠો છે પરંતુ બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, ગરીબોના હકકના સસ્તા અનાજમાં મોંઘા કૌભાંડો આચરનારા રેશનીંગના ભ્રષ્ટ કાળા બજારીયા સમાન ધનેડાંઓનો કાયમી સફાયો કેમ કરવામાં નથી આવતો? એટલે કે, જેમની સામે ગેરરીતીઓ સાબિત જ થવા પામી ગઈ છે તેના પરવાનાઓ કાયમી ધોરણે રદ કેમ કરવામાં નથી આવતા? હાલમાં કંડલામાં પણ એક દુકાનમાં ગેરરીતી ખુલવા પામતા તેની સામે પણ કાર્યવાહી કરાઈ છે પરંતુ તેમાં માત્ર ૯૦ દીવસ માટે જ પરવાનો રદ કરવામા આવ્યો છે, હવે આવા તત્વોની સામે કાયમી ધેારણે પરવાનો રદ કરવા સહિતની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? ડીએસઓશ્રી કેમ લાલઆંખ ભરી કાર્યવાહી નથી કરતા? કારણ કે, હંગામી ધોરણે જેમના પરવાનાઓ રદ થયા હશે તે તો ફરીને લાયસન્સ મેળવીને તેની જે લાઈન-લીંક છે તેનાથી સરકાર દ્વારા ગરીબો માટે અપાતા અનાજની કાળા બજારી રાત ગઈ-વાત ગઈના તાલે જ શરૂ કરી દેશે તેમા કોઈ બેમત નથી. પાંચ હજારની ડીપોજીટ જપ્ત કરાય કે પ૦થી ૬૦ હજારનો દંડ કરવામા આવે તો લાંબા સમયથી જે રેશનીંગના ભ્રષ્ટાચાર આચરતા જ હોય, અનાજ સગેવગે કરતા હોય તેમના માટે ભરવા કયાં મોટી વાત બની રહે?જેમની સામે ગેરરીતી પુરવાર તપાસ બાદ થવા પામી જ જાય છે તેમનો કાયમી સફાયો બોલાવવો ખુબજ જરૂરી બની રહ્યો છે.




...................



સરકારી અનાજની કાળા બજારીમાં તો પાસા જ કરવા ઘટે



આ કૌભાંડ લોભ-લાલચ કે ભુલથી નથી થતુ, આયોજનબદ્ધ રીતે જ આચરાતુ હોય છે, સંચાલક જાણે જ છે કે સરકારી અનાજ લાભાર્થી સિવાય ઓપન માર્કટમાં આપી જ નથી શકાતુ, છતા વેચે છે, ગુનાહિતમાનસિકતા ધરાવનારાઓની સામે તો પાસા તળે જ કરવી જોઈએ કડક કાર્યવાહી



ગાંધીધામ : કચ્છમાં વિવિધ તાલુકાઓમાં પાછલા બે માસમાં રેશનીંગની દુકાનમાં ચાલતીલાલીયાવાડીનો તત્રની તપાસમાં જ પર્દાફાશ થવા પામ્યો છે. કયાંક કાર્ડ ડમી દેખાયા તો કયાંક જથ્થાની મોટી ઘટ સામે આવવા પામી ગઈ છે. આવા કિસ્સાઓમાં તત્રએ હવે કડક બનવાની જરૂર છે.  અને સરકારી અનાજ એટલે કે ગરીબોના પેટનું અનાજ કાળા બજારી કરી અને કૌભાંડો આચરી રહ્યાનુ જેની સામે તપાસ બાદ ફલિત થયુ જ છે, અને જેઓ દસ્તાવેજો-રાશનકાર્ડમાં જ છેડછાડો કર્યાનુ પકડાયુ છે તેમની સામે તો પાસા જેવી જ કડક કાર્યવાહી કરવી જોઈએ.



....................




ગાંધીધામમાં બાડા બત્રીલ લખણાં જેવા આસામીઓ બીપીએલ કાર્ડ ધરાવે છે?ફોજદારી પગલા કેમ નહીં ?

ગાંધીધામ : પૂર્વ કચ્છનું ગાંધીધામ સંકુલ ઔદ્યોગીક હબ કહેવાય છે. અહી જો કડક અને સચોટ તપાસ કરવામાં આવે તો બાડા બત્રીસ લખણા જેવાઓ પાસેથી બીપીએલ કાર્ડ મળી અવે તેમ છે. તેનો તો મોટો આલીશન બંગલો છે, ખુદ ઈન્કમટેક્ષ ભરે છે, તેને બીપીએલ કાર્ડ મળે કેવી રીતે? વિચાર કરો છતા પણ આ બાડા બત્રીસ લખણા જેવાઓ પોતાને ગરીબ બતાવી અને સરકારનું રેશનીનંગનુ નીશુલ્ક અનાજ ખાઈ રહ્યા છે. આવા તો કઈક વીઆઈપીઓ છે જેઓ બીપીએલ કાર્ડ ધરાવી રહ્યા છે, આવા લોકો પર ફોજદારી પગલા કેમ નથી લેવાતા? જો એકાદ કેસમાં પણ પગલા લેવાશે તો બોગસ તત્વો બીપીએલ કાર્ડ સામે ચાલીને જમા કરાવી દેશે.


........................



ગાંધીધામમાં બેનંબરી ગતકડાઓ પાછળ એક કાઢી મુકાયેલ ના.મામલતદાર જ છે કારણભુત..!
’




તંત્રમાથી હાંકી કઢાયો છે, છતા પણ આ શખ્સની ભ્રષ્ટ ભુખ હજુય ભાંગતી જ નથી, રાશનવાળાઓને સરકારી રાશનની કાળા બજારી કરાવી અને તેમનાથી હપ્તાઓ ઉઘરાવવાના હજુય ચાલુ જ રાખી બેઠા છે : છે કોણ આ ભ્રષ્ટ હાંકી કઢાયલો ભ્રષ્ટાચારી ના.મામલતદાર..?



ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ સહિતના સંકુલમાં એક પછી એક રેશનીંગની ગેરરીતીઓ ખુલવા પામી રહી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ બધાય રેશનીંગના ભ્રષ્ટ ધનેડાઓને છાવરવામાં અહીથી હાંકી કઢાયેલ એક ભ્રષ્ટ નાયબ મામલતદાર જ કારણભુત છે. આ બધાય બેનંબરના ધંધાઓ પાછળ તેનો જ હાથ અને દોરીસંચાર રહેલો છે. આ શખ્સને નોકરીમાથી કાઢી મુકાયો છે તેમ છતા ગરીબોના હકકનુ રાશન ચરી જવાનુ અને હપ્તાઓ લેવાનુ ભુલતો જ નથી.



....................


કંડલા-ગાંધીધામ-અંજાર-ભુજ ઠેરઠેર રેશનીંગ દુકાનોના
પરવાના રદ થયા, તો સરકારી બાબુઓ કેમ આબાદ..!’




રાજયકક્ષાની ટીમે નાક કાપ્યુ બાદ કાર્યવાહી થઈ, તેમાં જયા જયા કાર્યવાહી કરાઈ છે તે મથકોના સ્થાનીકના તે સમયના સરકારી કર્મી-અધિકારીઓ-હંગામી કર્મચારીઓ સહિતનાઓની સામે કેમ કોઈ લાલઆંખ ભરી કાર્યવાહી એક પણ કિસ્સામાં ન કરાઈ? : શું તેમની અજાણતાથી આ બધાય કૌભાંડો ધમધમી શકે ખરા?



ગાંધીધામ : રાજય પુરવઠા વિભાગની ટુકડી ગાંધીધામ ખારીરોહર સહિતમાં ત્રાટકી રેશનીંગમાં ચાલતા લોલમલોલનો પર્દાફાશ કરી ગઈ અને તે બાદ હવે જિલ્લાકક્ષાએથી કાર્યવાહી થઈ રહી છે અને તેમાં પણ ભુજ-માંડવી-ગાંધીધામ-કંડલા સહિતમાં રેશનીંગ દુકાનોના પરવાનાઓ રદ કરાયા છે, દંડ કરાયો છે એટલે કે રેશનીંગ કૌભાંડ તો ખુલ્યુ જ છે, જિલ્લાકક્ષાએથી કરાતી તપાસમાં આ બધુ જ ખુલ્યુ છે તો સ્થાનિકે મામલતદાર કચેરીમાં સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, હંગામી કર્મચારીઓ, સુપરવાઇઝર સહિતનાઓ શું કરી રહ્યા હતા? તેમને કેમ આ ગેરરીતીઓ ન જણાઈ? હવે જયારે દુકાનોના પરવાનાઓ રદકરાય છે ત્યારે આવા તત્વો પર કયા સરકારી બાબુ-કર્મચારીઓના ચાર હાથ હતા તેને શોધી અને તેની સામે પણ કેમ લાલઆંખ ભરી કાર્યવાહી કરવામા નથી આવતી? જો નિવૃત થઈ ગયા હોય તો તેમના પેન્સન સહિતના લાભો પણ અટકાવી દેવા જોઈએ. કારણ કે સ્થાનિકના આ બધાય સરકારી લાપરવાહોની જાણ બહાર તો રેશનીંગની કાળા બજારી થઈ જ નથી શકતી?

Comments

COMMENT / REPLY FROM