Trending News
ક્રાઈમ

અંજારમાં ઘરનું તાળું તોડીને તસ્કરો ૧.૬૦ લાખના દાગીના ઉઠાવી ગયા

11 August



યોગેશ્વર ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં બન્યો બનાવ


અંજાર : શહેરમાં યોગેશ્વર ચાર રસ્તા પાસે આવેલ સહજાનંદ સોસાયટી મકાન નં. એ-પપ માં તસ્કરોએ ચોરી કરી હતી. રાતના બે થી ચાર વાગ્યાના અરસામાં ઘૂસી આવેલા શખ્સોએ ઘરમાંથી ૧.૬૦ લાખની મતા ઉસેળી હતી. ફરિયાદી જાનકીબેન અંકુરભાઈ સિહોરાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ રાતના સમયે ફરિયાદીના ઘરનું તાળું તોડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી સોનાનું મંગળસુત્ર, બે બુટ્ટી, પેન્ડલ, ચેઈન, બ્રેસલેટ, વીટી, બંગળી, ચાંદીનું બ્રેસલેટ, ચાંદીનો સેટ, સાસુના ઘરેણામાં ચેઈન, પેંડલ સહિત પતિની ઘડીયાળ મળી કુલ્લ રૂા. ૧.૬૦ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જે બાબતે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે મહત્વનું છે કે, જિલ્લામાં તસ્કરીના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને વાહન ચોરી, કેબલ ચોરી, ઘરફોડની સાથે મંદિરની ચોરીની ઘટનાઓ વધી રહી છે, પરંતુ પોલીસ દ્વારા માત્ર વાહન ચોરી અને કેબલ ચોરીની ઘટનાના ભેદ ઉકેલી લેવામાં આવે છે. ઘરફોડ અને મંદિર ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ મોટા ભાગે નિષ્ફળ સાબિત થઈ છે. સિવાય કે કોઈ ટોળકી ઝડપાય અને ગુનાની કબુલાત આપે તો જ ભેદ ઉકેલાય બાકી વ્યક્તિગત ચોરીના કિસ્સામાં પોલીસ મુળ સુધી પહોંચવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે, જે ચિંતાજનક છે. પોલીસે ખરેખર રાતના સમયે પેટ્રોલીંગ વધારવું જોઈએ. પરંતુ પેટ્રોલીંગ કેટલું સઘન થાય છે તે સૌ કોઈ જાણે છે ?

 

Comments

COMMENT / REPLY FROM