Trending News
ક્રાઈમ

વરસામેડીમાં ગેરકાયદે લઈ જવાતા ગેસના ર૦૦ બાટલા ઝડપાયા

11 August



ગેરકાયદે રીતે રીફલીંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો



અંજાર : તાલુકાના વરસામેડી ગામે શાંતિધામ - ર માં આવેલ વાઘેશ્વરી એન્ટરપ્રાઈઝમાં અંજાર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે ગેસના બાટલા ઝડપાયા હતા. આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે ઉપરોકત સ્થળ પરથી અનઅધિકૃત રીતે મેળવેલા અલગ અલગ કંપનીના ઘરેલુ ઉપયોગના ૬પ ભરેલા ગેસના બાટલા તેમજ ૮૪ ખાલી ગેસના બાટલા અને ઈન્ડિયન એકસ્ટ્રા તેજ કંપનીના ભરેલા ગેસના ૧ર બાટલા અને ખાલી ૩૯ બાટલા સ્થળ પરથી કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેસના બાટલા રીફલીંગ કરવા માટે ઉપયોગમાં લેવાતા પાઈપ, મોટર, વાલ્વ, વજન કાંટો તેમજ હેરફેર માટે ઉપયોગમાં લેવાતા બે છકડો રીક્ષા સહિતનો મુદ્દામાલ અંજાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. રીફલીંગ કરતી વખતે આગ લાગવાની ઘટના બને તેવી જાણ હોવા છતાં સેફટીના સાધનો રાખવામા આવ્યા ન હતા. અંજાર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ કરી યોગરાજસિંહ ઈન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે મહત્વનું છે કે, પૂર્વ કચ્છની હાઈવે હોટલોમાં મોટા ભાગે ગેરકાયદે રીતે મેળવેલા ગેસના બાટલાનો ઉપયોગ થાય છે. ઘણીવખત હોટલોમાં ગેસના બાટલામાં ગેરકાયદે રીતે રીફલીંગ કરી આપવામાં આવે છે. અવારનવાર આ પ્રમાણેની પ્રવૃતિ ઝડપાતી હોવા છતાં નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ખરેખર ગેસ એજન્સીને બ્લેક લીસ્ટ કરવી જોઈએ.
 

Comments

COMMENT / REPLY FROM