ભુજ તાલુકાના થરાવડામાં એલસીબી દ્વારા ૧.૪૧ લાખનો દારૂ ઝડપી લેવાયો
પધ્ધર પોલીસની હદમાં કરાયેલી કાર્યવાહીમાં ક્રોસ તપાસ માધાપર પોલીસને સોંપાઈ
ભુજ : તાલુકા વિસ્તારમાં દારૂની બદી ફુલીફાલી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ભુજ એલસીબીએ પધ્ધર પોલીસની હદમાં આવતા થરાવડા ગામમાં કાર્યવાહી કરીને ૧.૪૧ લાખનો દારૂ ઝડપી લીધો છે. એલસીબીને બાતમી મળી હતી કે, સોઢા કેમ્પ ખાનાયમાં રહેતો રાસુભા તગજી સોઢા પોતાના કબજાની કીઆ કંપનીની સેલ્ટોસ ગાડી નંબર જી.જે.૧ર.એફબી ૩૩૩૧ લઈને કોટડા ચકાર ગામથી લેર તરફ જવાનો છે. જે બાતમીના આધારે રેહા ગામના ત્રણ રસ્તા પાસે એલસીબી પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો ઈશારો કરાયો પરંતુ તેને ગાડી હાજાપર ગામ તરફ વાળી ભગાડી હતી, જેથી પીછો કરવામાં આવ્યો હતો. થરાવડા ગામથી ચંદીયા ગામની સીમ વિસ્તારમાં જઈ પરત થરાવડા ગામે ત્રણ રસ્તા પાસે વળાંક પર આવી ચાલકે પોતાની ગાડીની સ્પીડ ઘટાડી નીચે ખાડામાં ઉતારી પોતે ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી અંધારાનો લાભ લઈ બાવળોની ઝાડીમાં ભાગી ગયો હતો. શોધખોળ કરવા છતાં મળ્યો ન હતો. ગાડીમાં તપાસ કરતા મેકડોવેલ્સ વ્હિસ્કિની ૧૧૯ બોટલ, રોયલ સ્ટેગ વ્હીસ્કીની ૧૯ર બોટલ તેમજ હાઈવર્ડ બીયના ર૧૬ ટીન મળી કુલ્લ રૂા. ૧,૪૩,૦રપ નો પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કરાયો હતો. તેમજ સાત લાખની ગાડી પણ કબજે કરવામાં આવી હતી. આરોપી સોઢા કેમ્પના રાસુભા તગજી સોઢા સામે પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ માધાપર પીએસઆઈ બી. એ. ડાભીને સોંપવામાં આવી છે.

Comments