Trending News
સ્થાનિક સમાચાર

મેડીકલ ડ્રગ્સ-ટ્રોમાડોલ આતંકી કડી ઘટસ્ફોટ : ગુજરાત ATS ના મુંબઈ -મુન્દ્રામાં ધામા

10 August



મુંબઈના ભીવંડીથી ડ્રગ્સનો જથ્થો દુબઈ અને અમદાવાદ-ભરૂચ દહેજથી વાયા મુંદરા થઈ અને સાઉથ આફ્રીકા સુધી આઈએસઆઈના આતંકીઓ માટે ટ્રોમાડોલની ગોળીઓ-ડ્રગ્સ પહોચ્યું હોવાના વીધીવત ખુલાસા બાદ આતંકવાદ વિરોધી ટુકડી એકશનમાં : વધુ નવા કડાકા ભડાકા થશે 


(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીધામ : છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતની જુદી જુદી જીઆઇડીસીની બંધ પડેલી ફેક્ટરીઓમાં એમડી ડ્રગ્સ બનાવવાનો કારોબાર શરૂ થઈ ગયો છે. સ્થાનિક પોલીસ દ્વારા આવી ફેક્ટરીઓમાં તપાસ કરાઈ રહી હોવાના ઓનપેપર રિપોર્ટ સબમીટ થઈ રહ્યા છે, તેમ છતાં રોજેરોજ ડ્રગ્સનો કારોબાર વધતો જઈ રહ્યો છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ મુંબઈના ભીવંડીથી ૮૦૦ કરોડનું લિકવિડ એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું. જે વાયા મુંબઈ થઈ દુબઈ મોકલવાનું હોવાની માહિતી મળતા ગુજરાત એટીએસના અધિકારીઓ તપાસ માટે મુંબઈ પહોંચી ગયા છે. બીજી તરફ ભરૂચના દહેજની એક કંપનીમાંથી પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ ટેબલેટનો પાવડર મળ્યો હતો. જેનો સીધો સંબંધ આતંકવાદી સંગઠનો સાથે હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ સિન્ડિકેટ દ્વારા જ તૈયાર કરાયેલી ટ્રામાડોલ મુન્દ્રા બંદરથી આતંકવાદીઓ માટે આફ્રિકન દેશમાં જઈ રહી હતી અને ઝડપાઈ ગઈ. માટે એટીએસની બીજી ટીમ મુન્દ્રામાં તપાસ કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ગુજરાત માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે ત્યારે તમામ એજન્સીઓ પણ એક્ટિવ બની ગઈ છે. જેમાં ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા મહત્ત્વના ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ મુંબઈના ભીવંડીમાં એક ફ્લેટ ભાડે રાખીને એમડી ડ્રગ્સ બનાવતા બે ભાઈઓને ઝડપી લઇ ૮૦૦ કરોડનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે, જે દુબઈના એક પેડલરના ઇશારે બનાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં એટીએસને મહત્ત્વની કડી મળતા તેની તપાસ માટે અધિકારીઓ મુંબઈ પહોંચ્યા છે. આ પ્રકરણમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે. જેને લઈને દેશની અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી સંભાવના છે. બીજી તરફ ગુજરાતના પોર્ટ પરથી નશાખોરીની દવાઓના આવાગમન થાય નહીં તેના માટે પણ સરકાર કટિબદ્ધ હોવાથી ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM