Trending News
ક્રાઈમ

ભુજના કૈલાસનગરમાં બંધ મકાનમાંથી ૧.૮૧ લાખની મતા ઉસેડાઈ

09 August


તસ્કરો સોના - ચાંદીના દાગીના, રોકડા સાથે ડોલર પણ ઉઠાવી ગયા



ભુજ : શહેરના કૈલાસનગર જેવા પોશ વિસ્તારમાં બંધ મકાનમાંથી ચોરી થતા લોકોમાં ભય ફેલાયો છે. પોલીસ દ્વારા તાકીદે આરોપીને ઝડપી લેવામાં આવે તેમજ આ પ્રમાણેના રહેણાંક વિસ્તારોમાં રાત્રીના સમયે બંદોબસ્ત વધારવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.ફરિયાદી કલ્પનાબેન યોગેનભાઈ ખત્રીના જણાવ્યા પ્રમાણે ૬ જુલાઈના તેઓ મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા જયાંથી તેઓ બેંગ્લોર ગયા હતા. મકાનની ચાવી જેઠને આપી હતી. ર૯ જુલાઈના જેઠે ઘરે જઈ જોતા સામાન વ્યવસ્થિત હતો. બાદમાં ૭ ઓગસ્ટના જેઠને મકાનની બાજુમાં રહેતા શાંતિલાલે ફોન કરીને કહ્યું કે, મકાનના ઉપરના માળે ગેલેરીનો દરવાજો ખુલ્લી હાલતમાં છે, જેથી તપાસ કરતા કૈલાસનગર સ્થિત મકાનમાં ગેલેરીનો દરવાજાનો નકુચો તુટેલ હતો., બેડરૂમનો સામાન વેરવિખેર હતો. ગણતરી કરતા સોનાની ૪૦ હજારની રૂદ્રાક્ષની માળા, ૧પ હજારની ચેઈન, ૧પ હજારની બુટ્ટી, ૧૦ હજારની વીટી, ચાંદીનો ર૦ હજારનો કળશ, ૮ હજારના ચાંદીના સાંકળા, લગડી, જાંજર, કડું, ગ્લાસ, કનકાવટી, ઘંટડી, કીચન, સિક્કા તેમજ રોકડા રૂા. ૪૦ હજાર અને અમેરિકન ચલણના ૮ હજારના ડોલર વગેરે મળી ૧,૮૧,૦૦૦ની માલમતાની ચોરી થઈ હતી. જે બાબતે ગુનો દાખલ થતા એ ડીવીઝન પીએસઆઈ ડી. ઝેડ. રાઠવાએ તપાસ હાથ ધરી છે. પોશ વિસ્તારમાંથી ચોરી થતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

Comments

COMMENT / REPLY FROM