Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-ભચાઉ પટ્ટામાં સીપીયુ-તેલચોરી પુનઃ ચાલુ માવજી-ભરત ભુરીયાનો મોટો અડ્ડો ધમધમી ઉઠયો..!

09 August

પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધીકારીઓ ધ્યાને ન લે




એઆરસી હોટલની પાસે ભરતી ભુરીયાનો સીપીયુ તેલચોરીનો મોટો પોઈન્ટ શરૂ થયો : સબંધિત વિભાગના ખાખીધારીઓ કેમ અંધારામાં? કે પછી કરાઈ રહ્યા છે આંખમીચામણાં?




ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ પર વિદેશથી મોટી માત્રામાં ઓઈલ કેમીકલ અલગ અલગ પ્રકારના અહી આયાત કરવાા આવી રહ્યા છે. અને તેને ખપત અનુસાર દેશભરમાં સપ્લાય કરવા માટે પાઈપલાઈન નેટવર્ક બીછાવાયેલા છે. દેશની સંપત્તી સમાન આ ઓઈલની પાઈપલાઈનોની સુરક્ષાના દાવા તો ખુબ મોટા પ્રમાણમાં કરવામા આવતા હોય છે પરંતુ તેમા છાશવારે તેલચોરીના પ્રયાસો કરનારા ન માત્ર આ પાઈપલાઈનમા બાંકોરા પાડીને જાય છે બલ્કે તંત્રના સુરક્ષાના દાવાઓને પણ પોકળ જ પુરવાર કરી દેતા હોય છે. પાઈપલાઈન ઉપરાંત સીપીયુની જે હેરફેર થઈ રહી છે તેમાં પણ ટેન્કરોમાં લુંટ ચલાવીને ચોરી કરનારાઓ અથવા તો આવા વાહનોના ચાલકોને લલચાવી-ફોસલાવી અને આયોજનબદ્ધ રીતે ચોરી કરનારી ગેંગ પણ સક્રીયર રહેતી હોય છે.  આવા પૈકીનો જ એક ભરત ભુરીયો તેલચોરીમાં પંકાયેલુ નામ બનાય છે. આ ભરત ભુરીયાના પણ સીપીયુ તેલચોરીના મોટા પોઈન્ટ સમયાંતરે ધમધમતા હોવાની વિગતો ખુલતી જ રહેતી હોય છે. થોડા સમય બંધ રહ્યા બાદ આ ભુરત મુરીયાએ ફરીથી તેનો એક માટો તેલચોરીનો અડ્ડો શરૂ કરી દીધો હોવાનુ સામે આવવા પામી રહ્યું છેે. કહેવાય છે કે ભરત ભુરીયાએ માવજીની સાથે મળી અને તેલચોરીનો આ અડ્ડો શરૂ કર્યો છે. કહેવાય છે કે, આ અડ્ડો એઆરસી હોટલની બાજુમાં જ ચાલી રહ્યો હોવાનુ પણ ચર્ચાય છે. જાણકારો અહી સવાલ કરી રહ્યા છે કે, ભરત ભુરીયા અને માવજીનો આટલો મોટો અડ્ડો અહી ચાલી રહ્યો છે, સીપીયુ ચોરાઉ તેલની મોટા પ્રમાણમાં હેરફેર કરવામા આવી રહી છે તો અહીના સબંધિત ખાખીધારીઓ કેમ અંધારામાં છે? શા માટે અજાણ છે? કે પછી આંખમિંચામણા કરવામા આવી રહ્યા છે? કોની મહેરબાનીથી ભરત ભુરીયો-માવજીનો સીપીયુ તેલચોરીનો અડ્ડો આ બિનધાસ્ત રીતે અહી ધમધમી રહ્યો છે? તે તપાસનો વિષય બની રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM