Trending News
સ્થાનિક સમાચાર

કંડલા ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટેનો માસ્ટરપ્લાન તૈયાર

09 August



જમીન ઉપલબ્ધ હોય તો આ પ્રોજેકટને ભંડોળ આપવા એએઆઈ તૈયાર : ડીપીએ દ્વારા પણ જમીનોના પાર્સલ ઓળખવાની પ્રક્રીયાઓ આંતરીક રીતે હાથ ધરાઈ




જો કે, ડીપીએ કંડલા-એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા સંકલન સાથે આગળ વધે તો જ યોજના થાય સાકાર : કારણ કે પડતર જમીન મેળવવા-ઓળખવવાની પ્રક્રીયા અત્યંત મંથરગતીએ ચાલતી હોવાનો છે અંદાજ




ગાંધીધામ : કચ્છ, જે ૨૦૦૧ના ભૂકંપના કાટમાળમાંથી ઔદ્યોગિક પાવર હાઉસ બની ગયું હતું, તે કંડલા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની ઝળહળતી શક્યતાઓ સાથે મોટું પ્રોત્સાહન મેળવવા માટે તૈયાર છે.દીનદયાલ પોર્ટ ઓથોરિટી, જે ભારતના સૌથી વ્યસ્ત 
પોર્ટ કંડલાનું સંચાલન કરે છે, તે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે ૬૦૦-૧,૦૦૦ એકર જમીન ફાળવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંડલા ખાતે નવા એરપોર્ટ માટે ૨૦૧૯ થી હિલચાલ ચાલી રહી હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જમીન ઉપલબ્ધ હોય તો જ પ્રોજેક્ટ માટે ભંડોળ આપવા તૈયાર હતી.ડીપીએના અધ્યક્ષ સુશીલ કુમાર સિંઘે કહ્યું, “અમે પોર્ટ પર લાગુ જમીન વ્યવસ્થાપન નીતિ અનુસાર છછૈંને જમીન આપવા માટે તૈયાર છીએ. બે-ત્રણ જગ્યાઓના પાર્સલની ઓળખ કરવામાં આવી છે, અને છછૈં નક્કી કરશે કે કયું યોગ્ય છે. સિંઘે જણાવ્યું હતું કે ડ્ઢઁછ જમીનની માલિકી ટ્રાન્સફર કરી શકતી નથી પરંતુ તેને ૬૦ વર્ષની લીઝ પર આપી શકે છે. અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ઓળખાયેલ જમીનના પાર્સલની વિગતો જણાવીશું. હાલમાં કંડલા એરપોર્ટ પરથી ૭૮ સીટર એરક્રાફ્ટની માત્ર બે જ ફ્લાઈટ ચાલે છે અને ટર્મિનલની ક્ષમતા ૨૫૦-૩૦૦ મુસાફરોની છે. ધરતીકંપ પછી ઉભેલા ઉદ્યોગોની છત્ર સંસ્થા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) પણ શ્રેણીબદ્ધ બેઠકો સાથે છછૈંસાથે પ્રોજેક્ટને આગળ ધપાવે છે. છછૈંએ કચ્છને એર કનેક્ટિવિટી માટે ૨૦૪૯ માટે માસ્ટર પ્લાન તૈયાર કરી દીધો છે.છછૈંના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુંઃ અમે થોડા મહિના પહેલા કચ્છના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસને ધ્યાનમાં રાખીને મુસાફરોના અંદાજો સાથેની યોજના રાજ્ય સરકારને સુપરત કરી હતી. નવા એરપોર્ટની સંભાવનાઓ વિશાળ છે. કોવિડ-૧૯ રોગચાળા પહેલા, છછૈંએ હાલના એરપોર્ટને વિસ્તૃત કરવા માટે રાજ્ય સરકાર પાસેથી ૩૦૦ એકર જમીનની માંગણી કરી હતી. જો કે, તેટલું ઉપલબ્ધ નહોતું અને છછૈંએ તેનો અંદાજ સુધારીને ૧૭૮ એકર કર્યો હતો.  તેથી, એએઆઈએ વિસ્તરણ યોજનાને છોડીને ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિચાર રજૂ કર્યો. ગયા વર્ષે જૂનમાં, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડે નવા એરપોર્ટ માટે કંડલાના ૨૦-૩૦ કિમીની ત્રિજ્યામાં લેન્ડ પાર્સલ ઓળખવા માટે કચ્છ કલેક્ટરને પત્ર લખ્યો હતો. જો કે, યોગ્ય સરકારી પડતર જમીનને ઓળખવાની પ્રક્રિયા અત્યંત ધીમી છે, અને આજની તારીખે કશું સાકાર થયું હોય તેમ દેખાતુ નથી.

Comments

COMMENT / REPLY FROM