Trending News
સ્થાનિક સમાચાર

શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવો

09 August



કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય સડક પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીને કરી રજુઆત : કચ્છના રેલવે સંબધી પ્રશ્નો અગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની લીધી મુલાકાત : કચ્છના રેલવે અને સડક સંબંધી પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રીઓએ દર્શાવ્યો સકારાત્મક અભિગમ 


ભુજ :કચ્છ અનેકવિધ ખનીજ  સંપત્તિ, ઉદ્યોગો  અને પ્રવાસન ક્ષેત્ર ધરાવતો વિશાળ જિલ્લો છે. આ જિલ્લામાં લાખો લોકો દેશના વિવિધ પ્રાંતમાંથી રોજગાર, વેપાર, ધંધા માટે આવરજાવન કરે છે. પ્રવાસીઓના પરિવહન માટે રેલવે અને રોડ રસ્તા, હાઈવેની સુવિધાના વિસ્તાર માટે કચ્છ - મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે મુલાકાત કરી રજુઆત કરી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રેલવે મંત્રી સમક્ષ કચ્છથી મુંબઈ તરફ જતી તમામ ટ્રેનોને ભચાઉ સ્ટોપેજ આપવા, કચ્છ - સૌરાષ્ટ્રને જોડતી ટ્રેન સેવા શરૂ કરવા, ભુજ-રોહિલ્લા (દિલ્હી) ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, અંજાર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરી સ્ટોપેજ આપવા, સૌરાષ્ટ્રથી મુંબઈ જતી ટ્રેનોને વાંકાનેર સ્ટોપેજ આપવા, ભુજ-અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો શરૂ કરા અનુરોધ કર્યો હતો. રેલવે મંત્રીએ તમામ રજુઆતો ધ્યાનેે લઈ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી શ્રી ચાવડાએ કચ્છથી માળિયા- મોરબી નેશનલ હાઈવે પર ખુબ ટ્રાફિક રહેતો હોવાથી આ રસ્તો સિકસ લાઈન બનાવવા, સુરજબારી-સામખિયાળી વચ્ચેનું અંતર માત્ર ૩૦ કિલોમીટર છે પણ બે ટોલટેક્ષ આવે છે. નિયમાનુસાર બે ટોલ ગેટ વચ્ચેનું અંતર ૬૦ કી.મી. હોવું જોઈએ તેથી ટોલ ટેકસ બંધ કરા, રાપર તાલુકાના બાલાસર ગામ વચ્ચેથી જતા નેશનલ હાઈવેને બાયપાસ કરવા, કંડલાથી નવલખી વાયા માળિયા સમુદ્ર સેતુ રોડ (કોસ્ટલ હાઈવે)બનાવવા, હળવદ, ટીકર, પલાસવા રોડ ફોરલેનબનાવવા, ભુજ-ધર્મશાળા હાઈવે નં. ૩૪૧ ભુજ શહેરમાંથી પસાર થતો હોઈ શેખપીરથી પાલારા સુધી બાયપાસ બનાવવા, ઘડુલી-સાંતલપુર રોડના અધુરા કામો સત્વરે પુર્ણ કરવા સહિતની રજુઆતો કરી હતી. મંત્રીશ્રીએ તમામ રજુઆતોની નોંધ લઈ પ્રશ્નોના નિકાકરણની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હોવાનું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું 
હતું.

Comments

COMMENT / REPLY FROM