ગાંધીધામમાં સ્ટેમ્પ ડયુટી ચોરીના કારનામાનો પર્દાફાશ : ના.કલેકટરશ્રી હાશ્મીની લાલઆંખ : મોટો દંડ પડવાની વકી
વાળ જ ચીભડાં ગળી ગઈ કે શું? : અગાઉ જીડીએમાં હોવાનો ગેરલાભ લેવાયો?
શાબાશ છે સ્ટેમ્પ ડયુટીના ઈન્ચાર્જ ના.કલેકટર શ્રી હાશ્મીની સમયસુચકતા અને સતકર્તાને..! : કચ્છ આખાયનો આ સંભવત પ્રથમ દાખલો જબની રહ્યો છે કે જેમાં દસ્તાવેજ બન્યાના બીજા જ દીવસે સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટર જોત જઈ અને તપાસ કરી સ્ટેમ્પ ડયુટી ચોરી પકડી પાડી હોય..!
ખાટલે મોટી ખોટ : દુકાનો જયા બનેલી છે તેના ખુલ્લા પ્લોટના દસ્તાવેજો બનાવી આપનારાઓએ પણ શું જોયુ? સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોઈની કઈ જવાબદારી જ નથી? પ્લોટ ખુલ્લો-ઓપન છે કે પછી બાંધ કામ થયેલ છે, તેની કેમ કોઈ જ ખરાઈ કરવામાં ન આવી? આ દીશામાં પણ થવી જોઈએ કડક કાર્યવાહી : આ તો પકડાયુ છે, આવી રીતે બીજા ઘોટાળાઓ નહી કરાયા હોય તેની શું ખાત્રી : શું આ પ્લોટના માલીકના સબંધિ જીડીએમાં સીધી કે પરોક્ષ રીતે સેવાઓ બજાવી ચૂકયા છે તેનો તો કોઈ લાભાલાભ નથી લઈ રહ્યો ને
ગાંધીધામમાં દસ્તાવેજ બનાવ્યાના બીજા જ દિવસે સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર ત્રાટક્યું : ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ કરાયો પણ તંત્રએ ચેકિંગ કર્યું તો દુકાન બનેલી હતી
ગાંધીધામ : કચ્છના વર્તમાન પુરવઠા અધિકારી અને ઈન્ચાર્ઝ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટરશ્રી હાશ્મીની કોઠાસુજ ભરી સતર્કતા સાથેની કામગીરીથી ભેજાબાજ તત્વોમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામયો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. આવુ એટલા માટે કહેવાય છે કે, ગાંધીધામ સંકલમાં સ્ટેમ્પ ડયુટી ચોરીના એક નવા ગતકડાનો પર્દાફાશ તેઓની ટુકડી દ્વારા કરવામા આવ્યો છે. આ અંગે વધુ વિગ્તે વાત કરીએ તો ગાંધીધામ ખાતે વોર્ડનં. ૧૨-બીમાં આવેલા પ્લોટનં. ૧૪૪ ખાતે તા. ૬-૮ ના રોજ આ આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં તા. ૫-૮ ના જે સબ રજીસ્ટ્રારમાં દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તે ખુલ્લો પ્લોટ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ આ પ્લોટની સ્થળ તપાસ કરતાં તેમાં પહેલાથી જ કોમર્શિયલ દુકાનનું બાંધકામ થયેલું હોવાનું જોવા મળ્યું હતું. જેથી સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.હાલ આ બાબતે કેસ ચાલશે અને પક્ષકારને સાંભળવામાં આવશે. બાંધકામ ક્યારે થયું, તેની મંજૂરી લીધી છે કે કેમ તે તમામ વિગતો ચકાસ્યા બાદ દંડ સહિત સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. કચ્છમાં સંભવતઃ પ્રથમ એવો દાખલો છે જેમાં દસ્તાવેજ બનાવ્યાના બીજા જ દિવસે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેકટરે જાતે જઈ તપાસ કરી સ્ટેમ્પ ડયૂટીની ચોરી પકડી છે.

Comments