મુંદરામાં પોણા બે કિલો ગાંજા સાથે યુવક પકડાયો
મુંદરા : શહેરમાં હિંદ સર્કલથી પોર્ટ રોડ વચ્ચે આવેલ કાચી ઝુપડીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો. એસઓજી પીઆઈ વી. વી. ભોલાના માર્ગદર્શનમાં સ્ટાફના કર્મચારીઓ દ્વારા બાતમી આધારે કાર્યવાહી ઝરપરાના આરોપી ર૭ વર્ષિય રામ વાલજી શેડાને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી ૧.૭૪૪ કિલો ગાંજો કિંમત રૂા. ૧૭૪૪૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેની સામે મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરામાં ઔદ્યોગીક વસાહતના કારણે પરપ્રાંતિય વસ્તી વધી છે. અવારનવાર હાઈવે હોટલો પર ભોજનની સાથે માદક પદાર્થો વેચાતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. અમુક ડ્રાઈવરો નશાનું સેવન કરતા હોવાની પણ બુમરાડ છે. પોલીસ દ્વારા મુંદરા વિસ્તારમાં સઘન ચેકીંગ કરી માદક પદાર્થના વેચાણની બદી સદંતર રીતે ડામવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Comments