- તો ગાંધીધામ સંકુલમાં અશોક આણી ટોળકીના પ્લોટસ-જમીન- દુકાનોની સોદાબાજીમાં ઠગબાજીના મોટા કૌભાંડોનો થશે ખુલાસો
સારસંભાળ માટે આપેલ પ્લોટ વેચી મારવાની ફરીયાદ પોલીસ ચોપડે પહોચતી વેળાએ સંકુલના પ્રબુદ્ધવર્ગ તથા ભોગગ્રસ્તોનો ઉદગાર
આ અશોક કયારેક હું એમએલએનો માણસ છુ તો કયારેક મારા સસરા નિવૃત પોલીસ અધિકારી છે, તેમ કહીને મોટી ડંફાસો-બળાશો મારતો ફરતો હોય છે, પરંતુ આજથી છ-આઠ માસ પહેલા આ મહાશયને ગામ છોડીને કેમ જવાની નોબત આવી હતી? કોક પુછો તો ખરા? : વિચાર તો કરો કે નોટરી આ અશોક બારોબાર કરાવી લે છે, પજેશન લેટર તેના નામના નીકળી જાય છે, મુળ વારસદારની અજાણતાથી જ આ અશોક આણી ટોળકી ત્યાં દુકાનો પણ ખડકી દે છે, અને બોગસ દસ્તાવેજોથી જમીન હડપનારા અ મહાશય ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેના તાલે સાચા જમીન-માલીકને ખુલ્લેઆમ ધમકી આપે છે કે, હવે અહી ફરશો તો ટાંટીયા ભંગાવી નાખીશ : વિચાર તો કરો, એક તો ચોરી ઉપર સે સિનાજોરી : જાણકારોનો મોટો સવાલ
ફરીયાદના આધારે તપાસ ચાલી રહી છે, સિવિલ-રેવેન્યુ સલગ્ન વિગતો છે એટલે છાનબીન એ રીતે સંકલન સાથે કરવામાં આવી રહી છે, ચોકકસથી જેની સામે
ધોરણસરની કાર્યવાહી કરવા પાત્ર હશે તે તપાસના આધારે કરવામાં આવશે : શ્રી ચૌધરી (તપાસનીશે, એ ડીવીઝન પીઆઈશ્રી ગાંધીધામ)
પ્રોપર્ટીના વિષયોમાં વાદ-વિવાદ ચાલતા હોય છે, જે ફરીયાદ થયેલ છે તેની સામે અમે હાઈકોર્ટમાં અપીલમાં જઈ રહ્યા છીએ, નામદાર કોર્ટ આધારો જોઈને નિર્ણય કરશે, બાકીની વાતો પાયાવિહોણી છે, જે કોઈ પાસે ફરીયાદો છે તેઓ આધારો સાથે આગળ આવી શકે છે, અમે તો ગાંધીધામમાં જ બેઠા છીએ, રાજસ્થાનના પ્રકરણોથી મને કોઈ લેવા દેવા નથી : શ્રી અશોકભાઈ મોતીયાણી
અશોક આણી ટોળકીએ વ્યાજના વિષચક્ર-ફાયનાન્સનું પણ મોટું માયાજાળ વિકસાવેલ હોવાની છે ચકચાર : જરૂરીયાતમંદ અને ગરીબ વ્યકિત એક વખત આ ટોળકીના ચુંગાલમાં ફસાઈ એટલે બરબાદ થઈને જ રહે છે : કઈકના લોહીચુસણાં વ્યાજના-ફાયનાન્સના ધંધાઓમાં પણ આ અશોક ગેંગ દ્વારા કરાઈ હોવાની છે ચર્ચા
અશોક સામે આદીપુરમાં દુકાનો તોડવા બદલ પણ એટ્રોસીટીની થયેલ હતી ફરીયાદ : તો વળી ર૦૧૮નો અંજારનો પણ કીસ્સા પોલીસ તપાસમાં ખુલવાની સેવાય છે વકી
ગાંધીધામ : પૂર્વ્ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં તાજેતરમાં જ સારસંભાળ માટે આપેલો કિમંતી પ્લોટ કેટલાક ભેજાબાજ તત્વો મળીને ચાંઉ કરી ગયા હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોધાવવા પામી ગઈ છે. ખરેખર આ પ્લોટ સારસંભાળ માટે અપાયો હતો પરંતુ તેને પરબારો જ વેચી મારવામાં આવ્યો હોવાની ફરીયાદ કરવામા આવી છે.ખોટુ કરનારાઓએ ખોટા દસ્તાવેજ ઊભા કરી પ્લોટ પચાવી ત્યાં બાંધકામ કરી દેવાયુ એટલુ માત્ર જ નહી પરંતુ મુળ માલીક અને ફરીયાદીને ધાકધમકી પણ કરવામાં આવી હોવાનુ સપાટી પર આવી રહ્યું છે. શહેરમાં આવેલો પ્લોટ એક મુંબઇગરાએ ગાંધીધામના શખ્સને સાર-સંભાળ માટે આપ્યા બાદ આ શખ્સે બારોબાર તેના ખોટા દસ્તાવેજ બનાવી અન્યને વેચી મારી ત્યાં ઓરડી ભાડે દેવામાં આવી હતી, જે અંગે શહેરના ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના સાયનના રહેવાસીએ ગાંધીધામના ત્રણ શખ્સો વિરૂદ્ધ આ પોલીસ ફરીયાદ કરાવી છે. હકીકતમાં આ પ્લોટ તે શખ્સાનેે સારસંભાળ માટે આપવામા આવ્યો હતો જે મામલે નોટરી સમક્ષ લખાણ પણ તે વખતે કરવામા અવ્યુ હતુ. પરંતુ આ પ્રકારની ધાંધલીમાં ગાંધીધામ સંકુલમાં જે એક નામ કુખ્યાતી સાથે પંકાયેલ છે તેવી અશોક આણી ટોળકીને આ પ્લોટ બારોબાર સારસંભાળ રાખનારાએ પધરાવી દીધો હતો. અને તે બાદ અશોક ટોળકીએ પજેશન લેટર બનાવી અને નોટરી કરાવી ફરીયાદીની જાણ બહાર પ્લોનટો કબ્જો લઈ લીધો હતો. એટલુ માત્ર જ નહી પણ અશોકેઆ જમીન ઉપર ગેરકાયદેસરરીતે દુકાનો બનાવી તેને ભાડે આપી દીધી હતી અને પછી તો બસ અશોકે એક તો ચોરી ઉપર સે શિનાજોરીના તાલે ફરીયાદીને ધાક ધમકી કરી હતી. ફરીયાદીને આ શખ્સોએ ખોટા કેસમાં ફીટ કરાવવાની તથા જો હવે પગ મુકશે તો ટાંટીયા ભંગાવી નાખવની પણ ધમકી આપી હોવાનુ સામે આવ્યુ હતુ ત્યારે જાણકારો અને સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, આ અશોક ટોળકીનો આવો કોઈ પહેલો વહેલો કિસ્સો નથી. આ પહેલા પણ તેમનો આંતક અહી આવો જ રહ્ય હોવાનુ પણ મનાતુ રહે છે.જાણકારોની વાત માનીએ તો આ મહાશય આજથી પાંચ-છ માસ પહેલા પણ ગામ છોડીને ચાલ્યા જવાની સ્થિતીમાં આવી ગયા હતા. કહેવાય છે કે અંતરજાળ વિસ્તારની કોઈ સોસાયટીમાં રહેણાંક વિસ્તારોમાં દુકાનો પરબારી વેચી મારવાનુ કાવતરૂ આ મહાશયનું તે વખત ગામ છોડવા માટેનુ નિમિત્ત બનવા પામ્યુ હતુ. જે મુદો પછીથી નામદાર ગાંધીધામ કોર્ટમાં પણ કેસ દાખલ થયા બાદ ચાલ્યો હતો. અને નામદાર અદાલત દ્વારા દુકાનો તોડવાનો કોર્ટે તે વખતે હુકમ કર્યો હતો. આ મહાશય દ્વારા જે ગેરકાયદેસર રીતે દુકાનો ચણવામાં આવી હતી તે પૈકીની દુકાનો ખરીદનારામાંથી બે બાધવોએ પણ દુકાનો પૈસા આપીને ખરીદી હતી. તેઓને દુકાન પરત આપવા આ મહાશય ટોળકીએ કહ્યુ ત્યારે બન્ને બાંધવોએ કહ્યુે કે, પૈસા પરત આપો તો દુકાનનો કબ્જો અમે આપીએ. અને તે બાદ ભુમાફીયા ગણાતા આ અશોકભાઈએ રાત્ર ૧૦ વાગ્યા બાદ જેસીબી લઈવહેચેલી દુકાનો તોડવાની કાર્યવાહી કરતા ઝઘડો ઉભો થવા પામી ગયો હતો. જે પોલીસ મથકે પહોચયો હતો.તે વખતે આ મહાશય અશોકની સામે એટ્રોસીટીની કલમો હેઠળ ફરીયાદ દાખલકરવામા અવેલ હતી. આ ઉપરાંત સંકુલમાં ચર્ચાઓ તો એવી પણ થાય છે કે, વીતેલા દોઢ બે દાયકા દરમ્યાન પ્લોટ-મકાનો, દુકાનોના સોદાઓમા કયારેક હું એમએલએનો માણસ છે, તો કયારેક મારા સસરા નીવૃત પોલીસ અધિકારી છે, તેમ કહી અને હું ઉપરથી એક ફાન કરૂ તો અમદાવાદથી આદેશો મારીતરફેણમાં વછુટવાના ચાલુ થઈ જ જાય. ગાંધીધામ-પૂર્વ કચ્છની પોલીસ તો આમેય મારા ખિસ્સામાં જ રહેલી છે. આવી ડંફાસો અને બળાશો પણ આ મહાશય અનેકવખત કઈકની સામે મારી હોવાનુ પણ મનાય છે. બીજીતરફ ગાધીધામ એ ડીવીઝન મથકે સારસંભાળ માટે આપેલો પ્લોટ પરબારો વેચી મારવામાં આવ્યો હોવાની ફરીયાદ જે પોલીસ મથકે અપાયેલી છે તે ગાંધીધામ એ ડીવીઝનના પીઆઈશ્રી ચૌધરીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ફરીયાદ મળેલી છે, તપાસ ચાલી રહી છે, સંકલનરૂપ કામગીરી કરી આધારો એકત્રીત કરવામા આવશે, ફરીયાદી પક્ષે નિવેદનો લેવાનો દોર ચાલુ છે, આગળ તપાસમાં જે કઈ પણ સામે આવશે તે અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેવુ શ્રી ચૌધરીએ જણાવ્યુ હતુ.બીજીતરફ આ બાબતે જેમની સામે ફરીયાદો અને વિગતો સામે આવી રહી છે તેવા અશોકભાઈ મોતીયાણીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, જમીન-પ્રોપર્ટીના વિષયોમાં તો વાદ-વિવાદો ચાલતા રહેતા હોય છે, ફરીયાદ થઈ છે તે કેસમાં પણ અમે હાઈકોર્ટમાં અપીલમાં જઈ રહ્યા છીએ, જે સત્ય હશે તે બહાર આવશે, તે સિવાયની જે વિગતો છે તે પાયાવિહોણી છે અને રાજસ્થાનના જનીમ ભોપાળાઓમાં મને કોઈ જ લેવા નથી. જેઓને લેવા દેવા છે તેઓ હાલમાં ફરાર છે હું તો ગાંધીધામ સંકુલમાં જ બેઠો છું. ગાંધીધામના કેાઈ વ્યકિતઓના પૈસા ડુબ્યા હશે, મારા લીધે તો તેઓ આધાર-પુરાવા સાથેમારી પાસે આવેને કે મારા લીધે રાજસ્થાનમાં તેઓએ મને આપેલી રકમ તેમની ડુબી છે. આમ કહી અને એકંદરે અશોકભાઈએ તેમની સામે થયેલા આક્ષેપોને ખોટા ગણાવી અને નકારી કાઢયા હતા.
...........
બેની લડાઈમાં ફાવી જતો ગાંધીધામ સંકુલનો નામચીન ત્રીજો શખ્સ કોણ છે?
આ શખ્સ તો જયા ડખ્ખો-વિવાદ હોય તે પ્લોટ-જમીનમાં પડે, પછી ફરીયાદો કરાવી ડારા-ડફરા કરે અટલે તેને તો બગાસા ખાતુ પત્તાસુ જ મળી જાય
ગાંધીધામ : કહેવાય છે ને બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો..! આ ઉકિત અહી પણ યર્થાથ ઠરતી જ જોવાઈ રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં પણ બેની લડાઈમાં ત્રીજાને મેળ પડી ગયો છે. આ ત્રીજો શખ્સ તો હમેશા વાદ-વિવાદ હોય, ડખ્ખા જયા હોય તેવા પ્લોટ-જમીનોના સોદાઓમાં પડે અને પછી ખુદ માથે રહીને જ ફરીયાદી બની ફરીયાદ કરાવે, કેસ કબાલા કરાવી દે. એટલે તેને તો ન્હાવા નિચાવવાનુ કંઈ જ ન હોય છતા પણ મોટો લાભાલાભ થવા પામી જતો હોય છે. આ વખતે પણ બેની લડાઈમા લાભ ખાટી જનારો આ ત્રીજો છે કોણ? સંકુલના લોકો તેને ઓળખી લે?
..........
ભાગેડુ પરેશ તો મહાકૌભાંડી છે : તેના પર તો
ચેકબાઉન્સ થયાના પણ ચાલી રહ્યા છે કેસો..!
કરે કોઈક અને ભરે કોઈકનો થાય છે તાલ : પરેશ તો નિગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટના કેસોમાં તારીખો પર હાજર જ નથી રહેતો, જેઓને કઈ લેવા દેવા નથી તેમને હાજર રહેવાની પડી રહી છે ફરજ
ગાંધીધામ : અશોક ટોકળીની સામે જે ફરીયાદ થઈ છે તેમાં પરેશ ઉર્ફે પીન્ટુનું પણ નામ લખાયેલ છે. જાણકારો કહી રહ્યા છે કે, આ પરેશ પણ મહાકૌભાંડી છે. જમીનો-પ્લોટના સોદામાં તો ગોટાળાઓ કરતો જ ફરે છે પરંતુ પાર્ટીઓના નીકળતા રૂપીયા પરત આપવામાં પણ અઠંગગીરી તેને કરેલી છે અને ર૦થી ૩૦ લાખના ચેક તેના આપેલા બાઉન્સ થયા હોવાના કેસો ગાંધીધામમાં ચાલી રહ્યા છે. પરેશની સામે એક કેસ ૧૦ વર્ષથી ચાલી રહ્યો હોવાનુ મનાય છે તો એક નિગોશીયેબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટનો કેસ પાંચ-આઠ વરસથી ચાલી રહ્યો હોવાનુ મનાય છે.
..........
અશોક-પ્રકાશ ટોળકીને ભીલવાડા પોલીસ
કેમ શોધતી ફરે છે? તપાસનીશ કરે છાનબીન
અશોક ટોળકીએ રાજસ્થાનમાં પણ કઈક મોટા જમીન કૌભાંડો કર્યા હોવાની છે ચર્ચા : સ્કીમો જાહેર કરી, લોકોથી પૈસા-હપ્તાઓ ઉઘરાવી અને જમીન-પ્લોટના નામે ઠેંગો જ પકડાવી દીધો છે : ભીલવાડા-અજમેર સહિતમાં ફ્રોડ કર્યાની છે ચકચાર
ગાંધીધામ : ગાંધીધામમાં સારસંભાળ માટે આપેલા પ્લોટ ખોટી રીતે હજમ કરી ગયાની ફરીયાદ પોલીસ મથકે નોધાઈ છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, જો તપાસનીશ અધિકારીઓ આ શખ્સોની કડક રાહે તપાસ કરશે તો રાજસ્થાન સુધીના જમીન કૌભાંડો તેમના બહાર આવવા પામી શકે તેમ છે. આજે પણ ભીલવાડા-રાજસ્થાનની પોલીસ ગાંધીધામના આંટાફેરા કરી રહી છે? અશોક-પરેશ ઉર્ફે પીન્ટુને રાજસ્થાન પોલીસ કેમ શોધી રહી છે? રાજસ્થાનમાં પણ પરેશ પોતાના મિત્રો મારફતે ગાંધીધામથી અશોક સહિતનાઓને ધંધા માટે દોરી ગયો. ત્યા જમીનોની સ્કીમો જાહેર કરી, લોકોથી હપ્તાની રકમો ઉઘરાવી લીધી અને લાભાર્થીઓને જમીન-પ્લોટ આપવાના બદલે ઠેંગો જ બતાવી દીધો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, રાજસ્થાનના ભીલવાડા-અજમેર સહિતમાં આ ટોળકી માટેા ફ્રોડ કરી આવી છે અને તેની ફરીયાદો પણ તે વિસ્તારોમાં થયેલી હોવાનુ મનાય છે. જાણકારો તો એમ પણ કહે છે કે, જો પરેશ અને અશોક પોલીસ ચોપડે એક વખત ચડે, ધરપકડ થઈ જાય તો તેમના એટલા બધા કારનામાઓ બહાર આવશે કે જીંદગી ભર તેઓ જેલમાથી બહાર નહી આવી શકે. હવે ગાંધીધામમાં હાલમાં જે ફરીયાદ થઈ છે તે પોલીસ મથકના જવાબદારો તપાસ કરે કે રાજસ્થાન ભીલવાડાની પોલીસ આ ટોળકીને શોધતી કેમ અહી છાશવારે આંટાફેરા કરી જાય છે?
.........
અશોક-પરેશ-રાકેશની ટોકળીમાં કઈક ભાગીદારોની પણ
થઈ બુરીવલ્લે : કઈકને કરોડોમાં ડુબાડી દીધા..!
રાજસ્થાનમાં જમીન-પ્લોટના સોદાઓ કરી ઘણુ બધુ કમાઈ લેશુ તેવા આંબાઆંબલી બતાવી અને ગાંધીધામના અચ્છા-અચ્છા-સારા સારા લોકોને શીશામાં ઉતારી અને પાંચથી આઠ કરોડના ધુમ્બા ફટકારી ચૂકયા છે આ અશોક-પરેશ ટોળકી
ગાંધીધામ : જમીન-પ્લોટની સોદાબાજીમાં તો ઘોટાળાઓ કર્યા જ છે પરંતુ અહી જોવાની વાત એ છે કે, જેઓની સાથે ભાગીદારી કરી તેને પણ પરેશ-અશોક અને રાકેશ ટોળકીએ બરબાદ કરવામા કઈ જ બાકી ન રાખ્યુ. કહેવાય છે કે, પોતાના ભાગીદારોને પણ કરોડોના આર્થિક ધુમ્બાઓ આ ટોળકીએ પાડેલા છે. રાજસ્થાનમાં મોટા ભાગે વિવાદીત અને ડીસ્યપુટેડ જમીનો ખરીદી અને તેના પર પ્લોટની સ્કીમો બનાવી અને ગાંધીધામના સારા સારા લોકોને રોકાણ કરવા માટે પ્રેરી-આંબાઆંબલી દેખાડી અને ત્યા ગાંધીધામ સંકુલના લોકોના પાંચથી આઠ આઠ કરોડ સુધીના નાણા ફસાઈ ગયા અને નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે. આ બધુ જ પરેશ-અશોકની મહેરબાની થકી જ થવા પામયુ હોવાનુ મનાય છે.

Comments