Trending News
ક્રાઈમ

ગાંધીધામના ફ્રીટ્રેડ ઝોનમાંથી ઓઈલ ભરી નિયત સ્થળે ન પહોંચાડી ૧૭.૩૭ લાખની ઠગાઈ કરાઈ

08 August



ગાંધીધામ : અહીં કંડલા ફ્રીટ્રેડ ઝોન ખાતે આવેલ જી.કે.એન. કેમિકલ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીમાંથી ઓઈલ ભરી નિયત સ્થળે ન પહોંચાડી ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદી અસગર અબ્બાસ માંજોઠીએ આ બાબતે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર કાસમખાન ભાનવરૂખાન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમની ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ડ્રાઈવરે તેના કબજાના ટેન્કર નંબર જી.જે.૧ર.બીવાય ૪પ૯પ માં ઔદ્યોગીક તેલનો જથ્થો ભર્યો હતો. ર૬.૩૦૦ મેટ્રીક ટન ઓઈલ ભરી તેની કિંમત ૧૭,૩૭,૯૦૪ આંકવામાં આવી હતી. આ માલ નિયત જગ્યાએ પહોંચાડવામાં આવ્યો ન હતો. ફરિયાદીની ગાડીમાં જીપીએસ લગાવેલ હોઈ તપાસ કરતા રાજસ્થાન સાયલા ખાતે જીપીએસ સીસ્ટમ મળી આવી હતી. જેથી ડ્રાઈવર અને તપાસમાં નિકળે તે ઈસમો સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

Comments

COMMENT / REPLY FROM