બાંગ્લાદેશમાં બબાલ : કંડલા-મુંદરાના એકસપોટર્સમાં ઉચ્ચાટ : કચ્છના બંદરોના વેપારીઓેને પણ મોટા નુકસાનની વકી.!ૃ
‘‘થોભો અને રાહ જુઓ’’ની સ્થીતીથી ટ્રેડર્સ અસમંજસમાં
દેશના મહાબંદરો પૈકીના બે એવા કંડલા-મુંદરા પરથી પણ વરસે વિવિધ કોમોડીટીસની થાય છે લાખો ટન માત્રમાં નિકાસ : ખાસ કરીને ચોખા, મીઠું, કપાસ-કેમીકલ, કાકરી-કપચી-સીરામીક સહિતની વસ્તુઓનો છે સમાવેશ : બેંકમાં લેટર ઓફ ક્રેડીટની સામે જેઓએ એકસપોર્ટ કરી દીધા હશે તેમને વાંધો નહી આવે, પરંતુ અગાઉના કોન્ટ્રાકટ જેમના થયેલા હશે, એકસપોર્ટ માટે જેઓએ માલ એકત્રિત કરી લીધો હશે, તેવા વેપારીઓના રોકાણનું થશે મોટું ધોવાણ : જાણકારોનો મત
• સોલ્ટના કે કપચીના હાલતુરંત કોઈ જ કન્ટેઈનર બાંગ્લાદેશ સંદર્ભના વ્યાપારમાં અટકેલા નથી : ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસન
• બાંગ્લાદેશથી પ્રતિવર્ષ દોઢથી બેલાખ ટન મીઠાનો ઓર્ડર આવતો હોય છે, આ વખતે કદાચ સહેજ વિલંબીત થઈ શકે છે, બાકી કોઈ જ પ્રશ્ન હાલતુરંત મીઠા ઉદ્યોગને લઈને મોટો સર્જાયેલો નથી : શામજીભાઈ કાનગડ(મીઠા ઉદ્યોગના અગ્રણી)
કચ્છમાં બનતા શો પાઈપ્સની એશીયાની બજારમાં મોટી ડીમાન્ડ છે, બાંગ્લાદેશમાં પણ તે મોટા પ્રમાણમાં નિકાસ થતા હોય છે, આ ઉપરાંત બાંગ્લાદેશની ટેક્ષટાઈલ્સ ઈન્ડીસટ્રીઝ પણ ખુબજ મોટી છે, તેમાં જરૂરી રો મટીરીયલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા કપાસની પણ કચ્છમાથી થાય છે નિકાસ
ગાંધીધામ : બાંગ્લાદેશમાં થયેલા રાજકીય બળવા બાદ તોફાની ફાટી નીકળ્યા છે. જેના કારણે બાંગ્લાદેશમાં ભારે તંગદિલી ફેલાઈ છે. અરાજકતા અને અંધાધૂધીના કારણે વ્યાપાર ગતિવિધિઓ સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ છે. આ સ્થિતિના કારણે કચ્છ અને ગુજરાતના નિકાસકારોને મોટો ફટકો પડ્યો છે. ભારતના પાડોશી મુલક બાંગ્લાદેશમાં તખ્તપલટ થવા પામી ગયો છે. અહી તોફાનો ફાટી નીકળ્યા છે. સ્થિતી અસ્થિર બની જવા પામી છે ત્યારે ભારતને માટે પણ કઈક પડકારો હવે મો ફાડી રહ્યા છે. દરમ્યાન જ દેશના મહાબંદરો પૈકીના કંડલા-મુંદરા બંદરથી પણ અલગ અલગ કોમોડીટી અહી મોટા પ્રમાણમાં નિકાસ કરવામા આવતી હોય છે અને તેના એકસપોર્ટસમાં પણ હાલતુરંત તો ઉચ્ચાટનો માહોલ ઉભો થવા પામ્યો હોવાનો વર્તારો જોવાય છે.જાણકારોની વાત માનીએ તો કચ્છમાં પણ કંડલા અને મુંદરા એમ બે મહાબંદરો કાર્યરત છે. બાંગ્લાદેશમાં અહીથી પણ મોટા પ્રમાણમાં અલગ અલગ કોમોડીટીની નિકાસ થવા પામતી હેાવાનું મનાય છે. આમ તો કંડલાથી બલ્ક કાર્ગોની કોઈ મોટી કોમોડીટી બાંગ્લાદેશ એકસપોર્ટ કરવામાં નથી આવતી પરંતુ ખાસ કરીને જે કોમોડીટી બાંગ્લદેશ અહીથી આયાત કરતી હોવાનુ મનાય છે તેમાં ખાસ કરીને મીઠુ, કપાસ, કપચી-કાંકરી(એગ્રીગેટ સ્ટોન), ચોખા, કેમીકલ, સિરામીકનીવસ્તુઓનો સમાવેશ થવા પામી રહ્યો છે. હવે બાંગ્લાદેશમાં ેજ રીતે તોફાનો ફાટી નીકળ્યા છે, તખ્તાપલટ થવા પામી ગઈ છે, સ્થિતી ડામાડોળ થવા પામી ગઈ છે તેને જોતા આ બંદરો પરથી નિકાસ કરનારાઓને પણ એક યા બીજી રીતે અહી સર્જાયેલી સ્થિતીને જોતા નુકસાની થાય તેવો ઉચ્ચાટ માર્કેટમાં આંતરીક રીતે પ્રાથમિક તબક્કે ઉભો થવા પામ્યો છે. જો બાંગ્લાદેશની સ્થિતી વધારે વણસે અને આ જ હાલત લાંબા સમય રહે તો એ નુકસાની વધારે થઈ શકે તેમ છે. જાણકારોની વાત માનીએ તો કંડલા અને મુંદરા બંદરથી સોલ્ટ અને કપાસની નિકાસ બાંગ્લાદેશમાં થવા પામી રહી છે અને આ સ્થિતી જોતા આ બન્નેના કન્સાઈનમેન્ટ પર બ્રેક લાગી જવા પામ્યો હોય, અટકી ગયા હોય તેમ મનાય છે. અહી સૌથી વધુ નુકસાન તો એમને વેઠવાનો વારો આવશે કે જેઓએ બાંગ્લાદેશના તખ્તાપલટની સ્થિતી પહેલા કોન્ટ્રાટક કરી લીધા હતા અને નિકાસ થવાની બાકી હોય, અને જેઓએ એકસપોર્ટ કરવા માટે માલ એકત્રિત કરી અને ભેગો કરી લીધો હત, તેમના રોકાણ અટકી શકવાની વધુ શકયતાઓ જોવાઈ રહી છે. પરંતુ જેઓના એકસપોર્ટ થવા પામી ગયુ છે, લેટર ઓફ ક્રેડીટ બેંગમાથી લેવાઈ ગયુ છે તેવા નીકાસકરાોને કદાચ વાંધો નહી આવે. બીજીતરફ આ બાબતે ડીપીએ કંડલા પોર્ટના પ્રશાસનકારોથી વાતચીત કરવામા આવતા તેઓના ટ્રાફિક વિભાગ સહિતનાઓથી સંકલન કરી અને આપેલી માહીતીમાં જણાવાયુ હતુ કે, અહીથી મીઠા કે સ્ટોન એગ્રીગેટ કાંકરી-કપચીના કોઈ જવેશલ્સ હાલમાં બાંગ્લાદેશના ટ્રેડને લઈને કલીયરન્સ મામલે કે અન્ય કોઈ રીતે અટકાવાયેલા નથી. વધુમાં જણાવાયુ હતુ કે, કપચી-કાંકરીના એકપોર્ટને લઈને ખાણખનિજ વિભાગ તરફથી પાછલા એકાદ-દોઢ માસથી ગુજરાતમાથી નિકાસ કરવા પર પ્રતિબંધ જ ફરમાવેલો છે એટલે એ રીતે પણ આવા કોઈ કન્ટેઈનર-કન્સાઈનમેન્ટ હાલમાં ઈનલાઈન રહેલા નથી. જો કે, આગામી મહીને એક વેશલ્સ સ્ટોન એગ્રીગેટ કાંકરી કપચી માટે પ્લાન્ડ કરવામા આવેલ હતુ તેના પર બાંગ્લાદેશમાં સર્જાનારી સ્થિતીને લઈને કદાચ અમલવારી કરવામાં આવી શકે છે. અને કંડલાની વાત છે તો ત્યાં કન્ટેઈનર કાર્ગોની કોઈ પણ લાઈન કંડલા બંદરથી બાંગ્લાદેશ તરફની ઓપરેટ થવા પામતી ન હોવાનુ જણાવયું છે. મીઠુ બલ્કમાં કંડલાથી નિકાસ કરવામા આવે છે તો કપાસ મુંદરામાંથી નિકાસ થતુ હોવાનુ જાણકારો કહી રહ્યા છે.જયારે કે, દેશ આખાયની સૌથી મોટી અને ભારતભરમાં ૭૦ ટકા મીઠુ સપ્લાય કરતી કચ્છ-ગુજરાતની મીઠા ઈન્ડસ્ટ્રીઝના મોભી શામજીભાઈ કાનગડને મીઠાની મુવમેન્ટ બાબતે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, હાલતુરંત તો કચ્છ-કંડલાની મીઠા ઈન્ડીસ્ટ્રીઝને બાંગ્લાદેશની બબાલથી કોઈ જ મોટી વિપરીત અસર થવા પામી નથી. તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે, સામાન્ય રીતે પ્રતિવર્ષ આ સમયે બાંગ્લાદેશમાંથી આપણને દોઢ-બે લાખ ટન મીઠાનો ઓર્ડર મળતો હોય છે. હાલમા સર્જાયેલી સ્થિતીને જોતા કદાચ એ ઓર્ડર મળશે કે નહી? અથવા તો થોડો વિલંબીત થશે? તેને લઈને નિકાસકારો અને વેપારીઓમાં આંશીક ઉચ્ચાટનો માહોલ હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. જો કે શ્રી કાનગડે ઉમેર્યુ હતુ કે, થોડા સમયમાં સ્થિતી થાડે પડી જશે એટલે ઓર્ડર રાબેતા મુજબ મળી શકે તેવો આશાવાદ હાલતુરંત સેવી રહ્યા છીએ.
..............
કચ્છના ફળફળાદી-બાગાયતી પાકોનું બાંગ્લાદેશમાં છે મોટુ બજાર
ગાંધીધામ : બીજીતરફ જાણકારો એમ પણ માની રહ્યા છે કે, પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં કચ્છ-ગુજરાતથી દર વર્ષે કરોડોની નિકાસ થતી હોય છે. કચ્છ જિલ્લાના વીડી સહિતના વિસ્તારોમાંથી ખનીજનો મોટો જથ્થો બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કચ્છમાંથી અનેક બાગાયતી પાકોનું પણ બાંગ્લાદેશમાં મોટું બજાર છે. બાંગ્લાદેશમાં કચ્છના મહાબંદરોથી કેમિકલ પ્રોડક્ટ, ખેત પેદાશો વગેરેની નિકાસ થાય છે. કચ્છના બાગાયતી પાકોનું પણ બાંગ્લાદેશ મોટું બજાર છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતાથી કચ્છ અને ગુજરાતના વ્યવસાયકોને મોટું નુકશાન થવાની પણ સંભાવના છે.
.....................
ચિત્તગોંગ બંદર પર કચ્છ-ગુજરાતથી નિકાસ
થયેલ માલ-સામાન અનલોડ અવસ્થામાં?
ગાંધીધામ : કચ્છ અને ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં દક્ષિણ ગુજરાતથી કેમિકલ, મોરબીથી સિરામીક ઉપરાંત રાજ્યમાંથી ચોખા, કપાસ જેવી ખેતપેદાનો, ફળફળાદીની નિકાસ થતી હોય છે. કચ્છના પોર્ટ પરથી નિકાસ થયેલો તમામ સમાન બાંગ્લાદેશના ચિતગોંગ બંદરે પહોંચે છે. હાલ અરાજકતાના પગલે કચ્છ-ગુજરાતથી બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવેલ તમામ માલસામાન ચિતગોંગ બંદર પર અનલોડ પડી રહ્યો છે. બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના કારણે કચ્છ-ગુજરાતના આર્થિક ક્ષેત્રને મોટું નુકશાન થયું હોવાનુ આંતરીક અનુમાન છે.

Comments