Trending News
ક્રાઈમ

આદિપુરમાં બનેવીએ સાળાને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા

07 August



આદિપુરના ચારવાડી વિસ્તારમાં બન્યો બનાવ : પોલીસ ઘટના સ્થળે પહોંચી 


ગાંધીધામ : ૫ૂર્વ કચ્છમાં હત્યાના બનાવોનો સીલસીલો યથાવત રહ્યો હોય તેમ અને પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આદિપુરમાં બનેવીએ નિંદ્રાધીન સાળાને માથામાં તિક્ષ્ણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દિધો છે. આદિપુર પોલીસ ચોપડેથી મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના ૩થી ૩ઃ૩૦ની વચ્ચે આદિપુરના ચારવાડી વિસ્તારમાં પરેશ મોહન મહેશ્વરી (ઉ.વ. ર૬) પોતાના આંગણામાં નિંદ્રાધીન હતો, ત્યારે તેના બનેવી ભાણજી નારણ ધુવાએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને સાળાને મોતને ઘાટ ઉતારી દિધો હતો. હત્યા પાછળ મારનારની પત્ની અને મરનારની બહેન રીસામણે બેઠેલી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મરણજનારને પીએમ માટે સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM