કેબિનટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીધામ ખાતે કરાશે
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ
ગાંધીધામ : ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર કેબિનટ મંત્રીબળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી રમતગમત સંકુલ, ઓમ સિનેમાની બાજુમાં, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે યોજાશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકો સહભાગી થાય અને કાર્યક્રમ સુચારું રીતે યોજાઈ તે માટે આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. કલેક્ટર અમિત અરોરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરી હતી. આ ઉપરાંત કલેક્ટરે ધ્વજવંદન કાર્યક્રમ માટે સંકુલમાં જરૂરી સુવિધાઓનું નિર્માણ કરવા સૂચનો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરે શહેરમાં સુશોભન, વૃક્ષારોપણ, સ્ટેજ સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પરેડનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન, સ્થળ ઉપર મેડિકલ સુવિધા, સરકારી કચેરીઓ ઉપર રોશની અને રીહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, અંજાર મદદનીશ કલેક્ટર સુનિલ, તાલીમી સનદી અધિકારી ઈ. સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઈજનેર વી.એન.વાઘેલા, જિલ્લા આયોજન અધિકારી જે.સી.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝનકાત અને એ.વી.રાજગોર, ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્ર વાઘેલા, મામલતદાર રાહુલ ખાંભરા, ચીફ ઓફિસર સંજય રામાનુજ, હોમગાર્ડ પશ્ચિમ કચ્છ કમાન્ડન્ટ મનિષ બારોટ, હોમગાર્ડ પૂર્વ કચ્છ કમાન્ડન્ટ ભૂમિત વાઢેર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments