Trending News
સ્થાનિક સમાચાર

બારૂદના ઢેર પર બેઠેલ કંડલા સંકુલમાં પાઈપલાઈન તેલચોરી સર્જશે મોટી હોનારત : પોલીસ ધોક્કો પછાડે

06 August

મીઠાપોર્ટ સ્કુલ સમીપે ફરી લાઈન તોડવાના પ્રયાસ વખતે લાલબત્તી





સીપીયુની લાઈનમાં ભંગાણનો કરાયો છે પ્રયાસ : સીપીયુ કદાચ ડિઝલ જેટલુ જવંલતશીલ નહી હોય પરંતુ ચોરતત્વો કયારેક આવી લાઈનો પાસે બીડી સળગાવવાની પણ નાની સુની ભુલ માત્ર કરશે તો આ સીપીયુની લાઈનોમાં લાગેલી આગ પણ મોટી ભયવાહ ભડકારૂપ હોનારતનુ સ્વરૂપ પકડતા વાર નહી કરે..! : તેલચોરીના પ્રયાસ બાદ પાઈપલાઈનમાં ભયાવહ આગ લાગી હોવાની ફરીયાદ વીધીવત રીતે પોલીસ ચોપડે અગાઉ નોંધાયલી જ છે તે પણ ભુલવુ ન જોઈએ..!’



હોડકાથી આવી અને પાઈપલાઈનમાં બાંકોરૂ પાડી, બોલેરોમાં બે બેરેલ જેટલો સીપીયુ ઓઈલ તેલચોરો સેરવી જ ગયા?



ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ પર વિદેશથી મોટી માત્રામાં ઓઈલ-કેમીકલ અલગ અલગ પ્રકારના આયાત કરવામા આવી રહય છે અને તેને ખપત અનુસાર દેશભરમાં સપ્લાય કરવા માટે પાઈપલાઈન નેટવર્ક બીછાવાયેલ છે. દેશની સંપત્તી સમાન આ ઓઈલની પાઈપલાઈનોની સુરક્ષાના દાવા તો ખુબ મોટા પાયે કરવામા આવતા હોય છે પરંતુ તેમાં છાશવારે તેલચોરીનો પ્રયાસ કરનાર ન માત્ર આ પાઈપલાઈનમાં બાંકોરા પાડી જાય છે બલ્કે, તંત્રના સલામતી અને સુરક્ષાના દાવાઓને પણ પોકળ જ પુરવાર કરી જતા હોય છે. હાલમાં પણ કંડલામાં મીઠાપોર્ટ સ્કુલ સામેના ભાગમાં પણ સીપીયુ-ખાદ્યતેલની પાઈપલાઈનમાં પણ કાળુ પાડવાનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવવા પામી રહી છે. તેલની લાઈન પર આ રીતે છાશવારે જે ચોરીના પ્રયાસો થઈ રહ્યા છે તેને હળવાશથી ન લેવા જોઈેએ. આ ઘટનાને પણ લાલબત્તીરૂપ સમજી, વ્હીસલ બ્લોવર માની અને તંત્ર-પોલીસે તેની ગંભીરતાને સમજવી ઘટે. કારણ કે, કંડલા આસપાસમાં હેર્ઝાડીયસ એટલે કે અતિ જવલંતસીલ કહી શકાય તેવા કેમીકલના મોટા મોટા સ્ટોરેજ ટેન્ક આવેલા છે અને ડીઝલ-ઓઈલની પાઈપલાઈનો પણ પથરાયેલા છે. તેલચોરી કરવા જે આવી રહયા છે તે તો ચીભડચોર તત્વો છે, તેમને બેનામી આવક મેળવી રાતોરાત પૈસા ભેગા કરી લેવા સિવાય બીજુ કઈ દેખાતુ જ નથી હોતુ. આ ચીભડચોર તત્વો તેલચોરીની ઘટનાને અંજામ આપતા કયારેક પણ જો બીડી સડગાવી કે આગ ભભુકે તેવી અન્ય કોઈ હરકત કેરી બેસસે તે પછી ફાટી નીકળશે તે આગને કાબુ કરવાની કલ્પના પણ ધ્રુજાવી જાય એવી બની રહેશે. આપણે સો જાણીએ છીએ કે ખાદ્યતેલ હેઝાડીયસ નથી પરંતુ તેલ કોઈ પણ હોય તે આગની ચીનગારીને ભડકો કરતા વાર ન કરે તે તો આપણે સમજી જ શકીએ છીએ. પોલીસ તંત્ર પાઈપલાઈન તેલચોરીની બનતી ઘટનાઓને હળવાશથી ન લે અને તેની ઉંડાણપૂર્વક તપાસ કરી અને તેલચોર ગેંગની સામે કાયદાકીય ધોક્કો બરાબરનો ઉગામે તે ખુબ જ જરૂરી બની રહ્યું છે.’’



..............


તેલચોરો સામે ગુજસીટોક લાગે તો જ તેલચોરી સદંતર બંધ થાય


ગાંધીધામ : કંડલાથી દેશના વીવિધ ભાગોમાં તેલના પરીવહન માટેના લાઈનનુ નેટવર્ક પથરાયેલ છે અને તેની સુરક્ષા માટે સરકાર અને પ્રશાસન દ્વારા ચુસ્ત વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેમ છતા પણ છાશવારે આ લાઈનોમાં આખાય સંકુલના અસ્તિત્વ પર ખતરો ઉભો થાય તે રીતે અમુક તેલચોર ગેંગ ટોળકીઓ એક પછી એક મોટા ભંગાણો પાડી અને તેલચોરીને અંજામ આપતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલમાં પણ મીઠાપોર્ટ સ્કુલ સામેના ભાગે આવો જ એક નાકામ પ્રયાસ થયો હોવાની વાત સામે આવી રહી છે તો આ પહેલા તેલચોરીના કારસ્તાનોમાં પોલીસે અુમક તત્વાને ઉપાડી અને ફરીયાદ પણ નોધી છે પરંતુ પાઈપલાઈન તેલચોરી એ કોઈ નાની સુની ઘટના નથી. આયોજનબદ્ધ રીતે જ તેને અંજામ આપવામાં આવે છે અને તેલ-ઓઈલ છે તે દેશની સંપત્તી સમાન જ કહી શકાય ેમ છે. આવામાં રાષ્ટ્રીય સંપત્તી પર ઉઘાડી લુંટ જ કરાવમાં આવતી હોય તેમ માની અને આવા ગુનામાં સંડોવાયેલા તથા ઝડપાયેલાઓની સામે ગુજસીટોકનો જ ગુનો દાખલ કરી અને લાલઆંખ ભરી કાર્યવાહી કરી દેખાડવી પડશે. આ કાયદાની જોગવાઈ તળે તેલચોરોની સામે કડકાઈ થશે તો જ અહી સદંતર તેલચોરી પર બ્રેક આવી શકશે.




..................



નંદગામ-મીઠીરોહરમાંથી ઝડપાયેલ સીપીયુના કેસોમાં
૪૧/વન ડીનું વલણ છોડો? ૩૭૯ જ લાગવી જોઈએ..!’’




ગાંધીધામ : તેલચોરોની અહી એક યા બીજી રીતે તેલચોરી કરવાનુ મનોબળ ફરી ફરીને કેમ મળવા પામી જાય છે તે પણ અહી વિચારવુ જોઈએ. કહેવાય છે કે, તેલચોરીની જે જોખમી ઘટનાઓને અંજામ આપનારાઓ છે તે એક યા બીજી કોઈને કોઈ પલળેલા ખાખીધારીની સાથે સેટીંગ કરી લેતા હોય છે અને જેવા તેમના મોઢા, તેટલા ડુચ્ચાઓ આ તેલચોર ગેંગો તેમને ભરી દેતી હોય છે અને તેથી તેરી ભી ચુપ મેરી ભી ચુપથી જ આવા કારનામાઓ આખાય સંકુલના જીવના જોખમે પુનરાવર્તિત રીતે ચાલી જ રહ્યા છે. જાણકારો કહે છે કે, જયારે જયારે સીપીયુ ચોરાઉ અથવા તો આધારપુરાવા વિનાનો જથ્થો મળી આવે છે ત્યારે ત્યારે પોલીસ તંત્ર કેમ અહી માત્ર ૪૧ વન ડીની જ કલમ ઉમેરે છે? ૪૧ વન ડી એટલે તો શંકાસ્પદ જથ્થો પકડયો કહેવાય.! શું જેની પાસેથી આ તેલનો જથ્થો પકડાય છે તેઓનો તેલનો ધંધો હોય છે? તેઓ પાસે કોઈ લાયન્સ પરવાના હોય છે? નહી તો પછી તેઓ તેલ ચોરાઉ જ કયાથી લાવ્યા હોઈ તે સહજ બની રહે છે. આવામાં પોલીસે જરા સહેજ પણ રહેમ કર્યા વિના જ આઈપીસી ૩૭૯ તળે જ ગુનો દાખલ કરવો ઘટે. આ ગુનો બીન જામીન પાત્ર છે અને તેમાં સજા-દંડની જોગવાઈ પણ વધારે રહેલી છે. ચોરાઉ અથવા તો આધારપુરાવા કે કીમંતી વસ્તુની ચોરી કરતા પકડાયા હોય તો આ કલમ લગાડી શકાય છે. પરંતુ પોલીસ ૪૧ વન ડી લગાડી અને માત્ર ચોરતત્વોને બજારમાં મળતા બીલો-આધારે રજુ કરવાનો સમય જ આપી દેતી હોય તેમ બની જતુ હોય છે. અહી યાદ અપાવી શકાય કે હાલમાં પણ નંદગામ સમીપેથી પણ સીપીયુનો જથ્થો આધાર-પુરાવા વિનાનો મળ્યો હતો અને તેનથી પહેલા મીઠીરોહરમાંથી પણ મળવા પામ્યો હતો? કઈ કલમો તેમાં લગાવાઈ હતી? શા માટે?

Comments

COMMENT / REPLY FROM