કચ્છમાં પવનચક્કીમાં ફરી આગ ભભૂકી
દિલ્હીના શખ્સે વિશ્વાસ કેળવી રૂપિયા મેળવી ઓર્ડર મુજબનો માલ ન મોકલાવ્યો
ભુજ : કચ્છ જિલ્લામાં વિન્ડ એનર્જી ક્ષેત્રે અનેક પ્રોજેક્ટ ધમધમી રહ્યા છે. જિલ્લામાં સ્થાપિત પવનચક્કીમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા રહે છે. ત્યારે ગત મોડી રાત્રે નખત્રાણા તાલુકામાં વધુ એક પવનચક્કીમાં આગ ભભૂકી ઉઠી હતી. નખત્રાણાના નેત્રા-રસલિયાના સીમાડામાં આવેલ એક પવનચક્કીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. મોડી રાત્રે પવનચક્કી સળગી ઉઠતા સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. પવનચક્કીમાં આગ લાગ્યા બાદ કલાકો સધી કંપનીના કોઈ જવાબદાર અધિકારીઓ બનાવ સ્થળ પર ન પહોંચતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

Comments