Trending News
ક્રાઈમ

ભીમાસર ગામે જુગાર રમતા દસ ખેલી રોકડા ૭પ હજાર સાથે પકડાયા

05 August


કાનમેરમાં ૬ અને કાર્ગો ઝુપડામાંથી ૩ ખેલી દબોચાયા

રાપર : તાલુકાના ભીમાસર ગામની ટીનાવાંઢ સીમ વિસ્તારમાં રતનભાઈ બાઉભાઈ મકવાણાના ખેતરની ઓરડીની આગળના ભાગે ખુલ્લામાં પૈસા વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે આડેસર પોલીસે દરોડો પાડતા આરોપી નરેન્દ્રસિંહ અખેરાજ સોઢા, રાજેન્દ્રસિંહ ભાઉભા ગોહિલ, રાણાજી બાઉજી પરમાર, દામજીભાઈ  જેઠાભાઈ પટેલ, દામાભાઈ વેલાભાઈ સુથાર, અરવિંદભાઈ રતનભાઈ ધીંગાણી, દિનેશભાઈ તડશીભાઈ કોલી, દિનેશભાઈ બાઉભાઈ બાયડ, દાનાભાઈ વેલાભાઈ ભરવાડ અને હરજીભાઈ વેલાભાઈ કોલીને ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે કાનાભાઈ હાજાભાઈ બારડ અને દેવરાજભાઈ અરજણભાઈ ગોહિલ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડા રૂા. ૭પ હજાર, ૩૦ હજારના છ મોબાઈલ, રપ હજારની બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે. જયારે ગાગોદર પોલીસે કાનમેર ગામે દરોડો પાડી છ ખેલીને રોકડા રૂા. ૧૧૭૬૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. ખેલીઓમાં નારૂદાન કરણીદાન ગઢવી, જુવાનસિંહ ભરતસિંહ જાડેજા, શક્તિસિંહ ભરતસિંહ જાડેજા, ગફુરભાઈ હાસમભાઈ ધેયડા, દેવનાથ બાબુનાથ ગુસાઈ, અબ્દુલ આમદભાઈ ઘાંચીને ઝડપી લીધા હતા. આરોપીઓ કિસ્મત આધારીત હાર જીતનો જુગાર રમતા હતા. 
આ તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો એકતાનગરમાં ગલી નં. પ માં દરોડો પાડીને બાબુભાઈ ફકીરભાઈ મકવાણા, જયંતીભાઈ ભીખાભાઈ ચૌહાણ અને ભરતભાઈ ડાયાભાઈ પરમારને પકડી રોકડા રૂા. પ૦૩૦ કબજે કર્યા હતા. 


 

Comments

COMMENT / REPLY FROM