Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં દેશીદારૂના અડ્ડાઓ ધમધમ્યા.ઃ ખાખીના કયા પલળેલાઓની મીઠીનજર?

05 August


ગુજરાત સરકાર દારૂબંધી ડામવા નીતનવા કાયદાઓ બનાવે છે, 

કંડલામાં પાણીની જેમ માંગો ત્યા દેશી દારૂના ઉભા થઈ ગયા છે હાટ્ટડાઓ : આટઆટલા દેશીના અડ્ડાઓ ચાલતા હોય અને સબંધિત ખાખીધારીઓ અજાણ હોય તે બને ખરૂ? : ઉચ્ચ પોલીસ અધિકારીઓ કેમ ન કરે વક્રદ્રષ્ટી?

 તુણા ગામના સીમાડાઓમાં દાઉદના પોઈન્ટની છે બોલબાલા : ઓનલાઈન ડીલીવરી પણ કરી આપતો હોવાની ચર્ચા

મીઠીરોહર પાસેની દેશીની ભઠ્ઠી પર કોની મીઠીનઝર? કયા એલસીબીના વહીવટદારના વિસ્તારમાં આ ભઠ્ઠી આવે છે? સંબધિત ભઠ્ઠીવાળાના મોબાઈલ કોલ  ડીટેઈલ ચકાસવામા આવશે તો કેટલાય રહસ્યો ખુલશે?


ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની સજજડ અમલવારી થાય તે માટે કડક રાહે કામગીરી કરવામા આવી રહી છે. રાજયનો ગૃહવિભાગ પણ આ માટે ઠેર ઠેર દરોડાઓ પાડીને લાલઆંખ ભરી કાર્યવાહી કરી રહ્યુ છે ત્યારે બીજીતરફ આ જ સરકારના અમુક પલળેલા ખાખીધારીઓ થકી બુટલેગરો જાણે કે ફાટીને ફુલેકે જ ચડી ગયા હોય તેવી સ્થિતી કંડલા વિસ્તારમાં દેશીદારૂના અડ્ડાઓ ફરીથી પુરજોશમાં ધમધમી ઉઠતા સામે આવવા પામી રહી છે. કંડલામાં દેશીદારૂના અડ્ડાઓ ધમધમ્યા હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. ખાખીના અમુક પલળેલાઓની મીઠીનજર હેઠળ જ આ અડ્ડાઓ ચાલી રહયા હોવાનુ ચર્ચાય છે. કંડલામાં ઝુપડપટ્ટીઓથી લઈ અને સારા સારા વિસ્તારોની આસપાસમાં પણ દેશી દારૂની બદી વકરી ચૂકી છે અને અહી તો જાણે કે દારૂબંધી એ દારૂની બદી જ હોય તેમ આ અડ્ડાઓ કોઈના પણ ડર ખોફ વિના શરૂ થવા પામી ગયા છે. તપાસ કરવાની જરૂર છે ઉચ્ચ અધિકારીઓને કે, આ રીતે કોઈ પણ પ્રકારના ભય ખોફ વિના દેશના બુટલેગરો દારૂ અહી વેંચી રહ્યા છે તો સ્થાનિકના કયા પલળેલાઓની તેમની સાથે મીલીભગત છે? અથવા તો કયા તત્વોએ આ અડ્ડાઓ શરૂ કરવાની છુટ આપી છે?

...........

આ રહ્યા..કંડલામાં દેશીદારૂના પોઈન્ટના નામ-ઠામ..!

૧. ખમીશા : ગુરૂદ્વારા પાસેના વાડામાં ર. સોનાબાઈ- કારો મંઢો : રેલવે ઝુપડપટ્ટી આસપાસમાં ૩. સાજીદ ઝામ : રલવે ઝુપડપટ્ટી ૪. ગોલુ(રમજુ) : વેસ્ટ ગેટ ટુની આસપાસમાં પ. રજાક : ફ્રેન્ડ સોલ્ટ ગોઈ પાસે(જી પોઈન્ટ) ૬. ગુલામ : જુના કંડલા ઝૂપડપટ્ટી ૭. આદમ-રમજુ મીંઢો : મીઠ્ઠા પોર્ટ  : ભારાપર સમીપે વલીયાના દેશીદારૂની છે ધુમ ડીમાન્ડ.

.........

અકાડી-મામદ-અનુડોના દેશીદારૂની ભઠ્ઠીઓ પર કોના ૪ હાથ?

ગાંધીધામ : ગાંધીધામ બી ડીવીજન વિસ્તારમાં પણ દેશીદારૂનાઅડ્ડાઓ પુરજોશમાં ધમધમી ઉઠયા હોવાની ચર્ચાઓ સામે આવ રહી છે. જે રીતે કંડલામાં દેશીદારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે તેમ જ બી ડીવીજન વિસ્તારમાં પણ દેશીના બુટલેગરો ફાટીને ફુલેક ચડયા હોવાની ચર્ચા છે. મીઠીરોહર અને જીઆઈડીસી પટ્ટામાં અકાડી અને અનુડાની બોલબોલા છે. તો વળી મામદ મોડવદર ફાટક પાસે મોટી ભઠ્ઠી ધમધમાવી રહ્યો છેે. આ ભઠઠી વીજય ટીમ્બરના બેન્સાની બાજુમાં જ હોવાનુ ચર્ચાય છે. બુટલેઘરો આ રીતે ફાટી નીકળ્યા હોય ત્યો પલળેલાઓની ભુમિકાઓ પણ શંકામાં આવી જાય છે.  અહી તપાસ કરવાની જરૂર છે કે, કોણે મંજુરી આપી છે. 


 

Comments

COMMENT / REPLY FROM