Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં મિલકત પચાવી લેવા ખોટા દસ્તાવેજ બનાવનારા ત્રણ સામે ફરિયાદ

04 August


ગાંધીધામ : શહેરમાં મિલકત પચાવી લેવાના ઈરાદે ખોટા દસ્તાવેજ બનાવનારા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મૂળ મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ ગુલાબરાય કુરાણીના જણાવ્યા મુજબ આરોપી ગાંધીધામમાં પરેશ કિશોર ભગતાણીએ ફરિયાદીના પિતાને વિશ્વાસમાં લઈ મિલકતની સારસંભાળ રાખીશ તેવા ખોટા વાયદા કરી લખાણ કરાવી રોકડા રૂા.૩ લાખ મેળવી લીધા હતા. બાદમાં ફરિયાદીના પિતાની મિલકત પચાવી લેવા માટે કાવતરૂં રચી અશોક ધિરામલ મોતિયાણી નામનો અગાઉથી બનાવી રાખેલો ખોટો પજેશન લેટર અને સેલ્સ એગ્રીમેન્ટ બનાવી ખોટી રીતે બાંધકામ કરી અન્ય આરોપી રાકેશ હંસરાજ ટહેલ્યાણી સાથે મળી કાવતરૂં રચી ખોટા દસ્વતોજ ઊભા કર્યા હતા. ફરિયાદી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરવામાં આવી હતી. તેમજ ફરિયાદી અને રાજેશભા વાલાભા ગઢવી પાસે પૈસાની માંગણી કરી પૈસા આપવાની ના પાડતા મિલકત ખાલી કરવાની ધમકી આપી ગુનો આચરતા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
 

Comments

COMMENT / REPLY FROM