ગાંધીધામમાં રખઢતાં ઢોરનો પ્રશ્ન ઉકેલાય કયાંથી? ઠેકેદારને બની બેઠેલ આખલો કામ કરવા દે તો ને?
હાઈકોર્ટની ટકોર બાદ સરકાર પણ શહેરોમાં રખઢતા ઢોર-અબોલ જીવોને પકડવા-ટ્રાફિક અડચણો દુર કરવા સુધરાઈ સહિતનાઓને નિદેશો અપાયા છે, ગાંધીધામ નગરપાલિકા દ્વારા પણ આંખલાઓને પકડવાના કોન્ટ્રાકટર અપાયેલા છે, તેમ છતા શહેર-સકુલમાં ઠેર-ઠેર રખડતા ઢોરોનો છે ત્રાહીમામ : અકસ્માતોની છાશવારે બની રહી છે ઘટનાઓ : નીદોર્ષ લોકો રખડતા ઢોરોની હડફેટે ચડી રહ્યા છે...!
ગાંધીધામની વાત છે ત્યા સુધી, નથી સુધરાઈનો વાંક કે નથી કામ રાખનારા ઠેકેદારોની લાપરવાહી? સુધરાઈએ તો ઝડપથી ઠેકા જાહેર કરી દીધા, વર્ક ઓર્ડર પણ આપી દીધા, ઠેકેદાર પણ કામ કરવા ઈચ્છી રહ્યા છે, પરંતુ આવા ઠેકાઓ માત્ર મને જ આપો-મને જ આપોના ત્રાગા કરતો સકુલનો બની બેઠેલો આંખલો અન્યોને કામ મળે એટલે રીસામણે બેસે, અને બસ પછી ઠેકા મંજુર થયેલા હોય તે ઠેકેદારને રખડતા પશુઓને દુર કરવાની કામગીરી જ કરવા ન દે..!
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામમાં જે કેટલીક મુખ્ય સમસ્યાઓ વિકરાળ બનેલી છે તે પૈકીની એક છે શહેર-સંકુલમાં ચારેતરફ રખડતા ઢોરની સમસ્યા. આ સમસ્યાના નિરાકરણની દીશામાં સરકાર અને તંત્ર પુરતુ ધ્યાન આપી રહ્યા છે પરંતુ ગાંધીધામમા બની બેઠેલ એક આંખલાનો આંતક એટલો બધો છે કે, સરકાર-નગરપાલીકા રખડતા ઢોર પકડવાની કામગીરીના કોન્ટ્રાકટર જેમને આપ્યા છે તેમના કામમાં કાયદાને હાથમાં લઈને સીધા કે પરોક્ષ રીતે રોડા જ નાખતો ફરે છે. ગાંધીધામ શહેર-સંકુલ રખડતા ઢોરની સમસ્યાઓમાથી મુકત પછી થાય કેવી રીતે? સંકુલમાં પ્રબુદ્ધવર્ગમાં ચાલતી ચર્ચાઓની વાત કરીએ તો નામદાર ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ સરકાર પણ શહેરોમાં રખડતા ઢોર-અબોલ જીવોને પકડવા-ટ્રાફિક અડચણો દુર કરવા સુધરાઈ સહિતનાઓને નિદેશો અપાયા છે, ગાંધીધામ નગરપાલિકા દ્વારા પણ આંખલાઓને પકડવાના કોન્ટ્રાકટર અપાયેલા છે, તેમ છતા શહેર-સકુલમાં ઠેર-ઠેર રખડતા ઢોરોનો જોવા મળી રહ્યા છે અને તેનાથી પ્રજા ત્રાહીમામ છે. અકસ્માતોની છાશવારે ઘટનાઓ પણ આ રખડતી રંજાડ થકી સર્જાવવા પામી રહી છે. નીદોર્ષ લોકો રખડતા ઢોરોની હડફેટે ચડી રહ્યા છે...! સરકાર આ સમસ્યા દુર કરવા ઈચ્છે છે, સુધરાઈ પણ ગાંધીધામમાં આ પેટેના કામોના કોનટ્રાકટ ઝડપથી આપી રહી છે? તો પછી કેમ રસ્તાઓ પર રખડતા ઢોરો ઠેર-ઠેર યથાવત પડયા છે. કહેવાય છે કે, આ બધાયની પાછળ હકીકતમાં પીડા છે ગાંધીધામ સંકુલના બની બેઠેલા આંખલાની. ગાંધીધામની વાત છે ત્યા સુધી, નથી સુધરાઈનો વાંક કે નથી કામ રાખનારા ઠેકેદારોની લાપરવાહી? સુધરાઈએ તો ઝડપથી ઠેકા જાહેર કરી દીધા, વર્ક ઓર્ડર પણ આપી દીધા, ઠેકેદાર પણ કામ કરવા ઈચ્છી રહ્યા છે, પરંતુ આવા ઠેકાઓ માત્ર મને જ આપો-મને જ આપોના ત્રાગા કરતો સકુલનો બની બેઠેલો આંખલો અન્યોને કામ મળે એટલે રીસામણે બેસે, અને બસ પછી ઠેકા મંજુર થયેલા હોય તે ઠેકેદારને રખડતા પશુઓને દુર કરવાની કામગીરીમાં આડખીલીરૂપ જ બનતો ફરતો હોય છે. આ બની બેઠેલા આંખલાને રખડતા પશુઓના કામના ઠેકા ન મળતા હવે જેઓ કામ કરી રહ્યા છે તેમને સતાવી રહ્યો છે? તેમને ડરાવી-બિવડાવી અને ધમકાવી રહ્યો છે. પોતાના મળતીયાઓને મુકી અને આ કામગીરી કરી રહેલા ઠેકેદારના માણસોની સાથે મારામારી-બોલાચાલી પણ કરવા સુધીની હદે આ આંખલો આવી જવા પામ્યો છે. એટલે જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ શહેર સંકુલને જો ખેરખર રખડતા પુશઓની સમસ્યાથી મુકત કરવુ હશે તો પહેલા સંકુલના આ બની બેઠેલા માતેલા સાંઢ જેવા આંખલાના આતંકને ડામવો પડશે. તો અને તો જ ગાંધીધામમાં રખડતા ઢોરના કામો રાખનારને શાંતીથી કામ કરવા મળશે. કારણ કે, આ બની બેઠલા આંખલાની દુકાન જ તો અબોલ જીવોના નામે ચરી ખાઈને ચાલી રહી હોવાનુ મનાય છે. કયારેક અબોલ જીવોના નામે વાહનોને રસ્તામાં રોકાવી, દાદાગીરી કરી અને તેમનાથી તોડ પાણી કરવા તો વળી કયારેક આવા બે-ચાર અબોલ જીવોના નામે મોટા કિમંતી પ્લોટો દબાવી લેવા? આ જ ગતકડાઓ આ બની બેઠેલ આંખલાો કરતો ફરતો હોય છે. જાણકારો કહી રહ્યા છે કે, વેળાસર જ આ માતેલા સાંડ સમાન આંખલાને ડામવા તંત્ર અને પોલીસ કમર કસે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.
.....................
આવા બની બેઠેલ આંખલાને અમુક ફેંકાઈ ગયેલા
ઝભ્ભાલેંગાવાળાઓ આપી રહ્યા છે સહારો..!
ગાંધીધામ : શહેર-સંકુલમાં રખડતા ઢોરને પાંજરે પુરવાના કામનો કોન્ટ્રાકટર ન મળવા પામતા બની બેઠેલ આંખલો ભુરાંટો થયેલો હોય તેમ કામ રાખનારી પાર્ટીને અડચણ જ ઉભી કરતો ફરી રહ્યો હોવાની ચર્ચાઓ છે. અને તેના થકી જ તો શહેરમાં આ સમસ્યા સરકાર અને નગરપાલિકાની ઈચ્છા છતા પણ યથાવત જ પડી છે. આ માતેલા સાંઢ સમાન આંખલો સંકુલને માટે માથાસમાન બની રહ્યો છે તો બીજીતરફ આવા તત્વોને અમુક ફેંકાઈ ગયેલા ઝભ્ભાલેગાવાળાઓ સહારો-ઓથ આપી રહ્યા હોવાનુ પણ ચર્ચાય છે. ખરેખર લોકોએ આવા ઝભ્ભાલેંગાવાળાઓને પણ ઓળખી લેવા જોઈએ.

Comments