Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ સમીપે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ  ’

03 August



ભુજ : ભૂકંપ ઝોન-પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટલાઈન આવેલી છે. જિલ્લામાં ભૂકંપના નાના-મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે ત્યારે ગત મોડી રાતે પૂર્વ કચ્છના ભચાઉ સમીપે વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત મોડીરાતે ૧ર.પપ વાગ્યાના અરસામાં પૂર્વ કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. ભચાઉથી રર કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ પર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૪ અંકિત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૦૧ના જાન્યુઆરી મહિનામાં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને બે દાયકાથી વધુનો સમય થયો છે. જિલ્લામાં ભૂગર્ભિય સખળડખળ અવિરત જ રહી છે. સમયાંતરે કચ્છના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા આંચકાઓ આવતા રહે છે. અત્રે મહત્તવનું છે કે, કચ્છ ભૂકંપ ગ્રસ્ત જિલ્લો હોવા છતા હાલમાં ઘણા સ્થળોએ જોખમી ઈમારતો ઊભી છે. તંત્ર દ્વારા માત્ર નોટિસો આપવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગ તોડવાની કામગીરી કરવામાં આવતી નથી. જે જોખમ સાબિત થઈ શકે  તેમ છે. થોડા દિવસો પહેલા ભુજમાં ઈમારતનો છજો પડ્યો હતો. આવી ઘટના રોજિંદી બની છે. 

Comments

COMMENT / REPLY FROM