Trending News
ક્રાઈમ

કેરામાં ગાંજા સાથે આધેડને ઝડપી લેવાયો 

03 August



એસઓજીએ બાઈક સહિત પોણા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો 


ભુજ : જિલ્લામાં માદક પદાર્થની બદી સદંતર ડામવા માટે અપાયેલી સૂચના અંતર્ગત એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે કેરાથી ગજોડ જતા રસ્તે વોચ ગોઠવીને મુંદરાના હરિનગરમાં રહેતા બાબુભાઈ માલશીભાઈ મહેશ્વરીને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓની અંગ ઝડતીમાં રૂપિયા ર,૧૮૦ની કિંમતનો ર૧૮ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ૦૦ રૂપિયાનો મોબાઈલ અને ૬પ હજારની બાઈક અને રોકડા મળી ૭ર,૬પ૦નો મુદામાલ કબ્જે કરી માનકૂવા પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું એસઓજી પીઆઈ વી.વી. ભોલાએ જણાવ્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM