Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા મેડીકલ ડ્રગ્સકાંડમાં નવા ઘટસ્ફોટ : વિદેશ સરકી ગયેલા કન્ટેનરો પરત બોલાવાયા’

03 August

ટીમ કે. ઈન્જીનીયરની તપાસ કાર્યવાહી ગતિમય




મેડીકલ ડ્રગ્સનો મુખ્ય સુત્રધાર માફીયો ભારત છોડી વિદેશ સરકી ગયાની ચર્ચા



રાજકોટના વેપારીઓએ સાઉથ આફ્રીકામાં મુંદરાથી દવાની આડમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો અજમાવ્યો હતો કીમીયો : મેજીસ્ટ્રેટના સુપરવિઝન હેઠળ ઝડપાયેલા દવાઓના સેમ્પલીંગ-ટેસ્ટીંગની હાથ ધરાઈ પ્રક્રીયા : વિવિધ શંકાસ્પદોના નિવેદનો લેવાની કાર્યવાહી પુરજોશમાં




ટ્રાન્સપોર્ટેશનમાં પણ વ્યકિતગત રીતે દરેકના નિવેદનો નોંધાયા, શંકાસ્પદ ભુમિકાઓ સામે આવશે તેની સામે કડક કાર્યવાહીની તૈયારી : કારણ કે, આ ડ્રગ્સની હેરફેરમાં એક જ ટ્રાન્સપોર્ટરનો ઉપયોગ કરાયોની છે આશંકા  : અમદાવાદથી ઝડપાયેલ પ૦ લાખ ટ્રોમાડોલની વધુ ટેબ્લેટસના પણ સેમ્પલ મોકલાવાયા 


ગાંધીધામ : તાજેતરમાં જ મુંદરા પોર્ટ પરથી આફ્રીકા વિકાસ થવા આવેલ મેડીકલ દવાઓની આડમાથી ટ્રોમાડોલની દવાઓ કે જે એનડીપીએસ એકટ તળે એટલે કે પ્રતિબંધિત છે અને ડ્રગ્સના દાયરામાં આવી જાય છે તેના કન્ટેઈનર મુંદરા એસઆઈઆઈબી વિગ દ્વારા પકડી પાડવામા આવ્યા હતા. મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે. એન્જીનીયરના સીધા નેતૃત્વ હેઠળ કામ કરી રહેલી ટીમ દ્વારા આ એક મોટા પ્રકારના ગંભીર કન્સાઈનમેન્ટને ઝડપી પાડતા ડ્રગ્સ માફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ કેસમાં રાજકોટના વેપારીનુ નામ સામે આવ્યુ હતુ, ગાંધીધામના સીએચએ તથા અમદાવાદમાં વેરહાઉસ હોવા સહિતની વાતો સામે આવ્યા પછી તેની તપાસ શરૂ કરી દેવામા આવી હતી અને હવે આ કેસમાં વધુ કેટલાક નવા ઘટસ્ફોટ સામેઆવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જે કન્સાઈનમેન્ટ પકડાયા છે, તે પહેલા પણ રાજકોટનીપેઢીએ આવા જ કન્ટેઈનર મોકલી આપ્યા હોવાનુ ચર્ચાયુ હતુ અને હવે તપાસનીશ એજન્સી દ્વારા મુંદરાથી આ પાર્ટીના નીકળી ગયેલા કન્સાઈનમેન્ટને પરત બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે ટ્રોમાડોલનો જથ્થો મુંદરા અને તે બાદ અમદાવાદમાંથી વધુ પ૦ લાખ ગોળીઓ મળી આવવા પામી હતી તેના સેમ્પલીંગ માટેની પ્રક્રીયા પૂર્ણ કરી છે. મેજીસ્ટ્રેટશ્રીના નેતૃત્વ અને સીધા સુપરવિઝન હેઠળ આ દવાઓને સેમ્પલીંગ માટે મોકલવાની તૈયારીઓ કરાઈ ચુકી છે. આ ઉપરાંત તપાસમાં એક વાત એવી પણ સામે આવી રહી છે કે, આ મેડીકલ ડ્રગ્સ કન્સાઈનમેન્ટના જે મુખ્ય સુત્રધારો છે તે પૈકીના કેટલાક ભારત છોડી વિદેશ ભાગી ગયા છે. કન્સાઈનમેન્ટ સિઝ થયુ તે પહેલા જ આ તત્વો વિદેશ ભાગી ગયા હોવાનુ તપાસમાં બહાર આવવા પામ્યું છે. હાલના તબક્કે હજુ પણ સમગ્ર કેસમાં નિવેદનો લેવાનો દોર કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા ચલાવાઈ રહ્યો છે. ઉપરાંત અહી નોધનીય વાત એ પણ સામે આવી હતીકે, મેડીકલ ડ્રગ્સના કન્સાઈનમેન્ટમાં ટ્રાન્સપોર્ટર તરીકે પણ કોઈ એકનો જ વધુમાં વધુ ઉપયોગ થયો હતો. હવે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ કસ્ટમ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને જો કોઈ ટ્રાન્સપોર્ટરની તેમાં ભુંડી ભુમિકા સામે આવી તો તેની સામે પણ કડક કાર્યવાહી ટુંકમાં જ હાથ ધરવમા આવી શકે છે. જે કન્ટેઈનર અગાઉ સરકી ગયા છે તેને રીકોલ કરવામા આવ્યા છે પરંતુ એ પરત આવે તે બાદ જ ખ્યાલ આવે કે તેમાં પણ ડીકલેનોફેક સહિતની ડીકલેર કરેલી દવાઓ હતી કે તેમાં પણ ટ્રોમાડ્રોલ નામનુ ડ્રગ્સ જ સપ્લાય કરી દેવામા આવ્યુ છે? એનડીપીએસ કાયદાની અનેક કડક જોગવાઈઓ રહેલી હોવાથી આ કેસની તપાસ તેના આધારે જ કરવામા આવી રહી હોવાથી હવે ડ્રગ્સ માફીયાઓની સિન્ડીકેટમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Comments

COMMENT / REPLY FROM