Trending News
સ્થાનિક સમાચાર

સોમવારથી કચ્છની સહકારી બેંકોના નાણાકીય વ્યવહાર ખોરવાયા : કરોડોનું ક્લિયરીંગ અટક્યું  ’

02 August




સી-એજ ટેકનોલોજી સાથે એનપીસીઆઈની કનેકિટીવિટી પુનઃ સ્થાપિત થતા હાશકારો : રેન્સમવેરના સંભવિત ફેલાવવાને અટકાવવા ફોરેન્સિક ઓડિટ બાદ આજથી ક્લિયરીંગ રાબેતામુજબ થવાની સંભાવના 



ભુજ : ગત સોમવારથી કચ્છ સહિત રાજ્યની ૧૬૮ સહકારી બેંકોના નાણાકીય વ્યવહારો અટવાતા અબજો રૂપિયાનું ક્લિયરીંગ ઘોંચમાં પડ્યું હતું. એનપીસીઆઈના વેસ્ટર્ન ઝોનમાં સી-એજ સાથે સંકળાયેલા ર૪પ બેંકના ક્લિયરીંગ પર એનપીસીઆઈ દ્વારા રોક લગાવવામાં આવી હતી. જેમાં ગુજરાત કો.ઓ.બેંક સાથે સંકળાયેલી કચ્છ સહિત રાજ્યની ૧૬૮ સરકારી બેંકોના નાણાકીય વ્યવહારો બાધિત થયા હતા. સોમવારે બેંકમાં ક્લિયરીંગ માટે રજૂ થયેલા ચેક અટવાયા હતા. મંગળવારથી ગુરુવાર સુધી ક્લિયરીંગ સેવા સ્થગીત રહ્યા બાદ ગઈકાલે એનપીસીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટથી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વ્યવહારોને પુનઃ સ્થાપિત કરવા માટે લીલીઝંડી અપાઈ છે. કચ્છ જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, કંપનીના સોફ્ટવેરમાં સર્જાયેલી ટેકનિકલ ક્ષતિ દૂર થતા આજથી સહકારી બેંકોમાં નાણાકીય વ્યવહારો રાબેતા મુજબ થશે. આ અંગે બીસીસીબીના પ્રબંધક ધીરેનભાઈ મજેઠિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરકારી બેંકોમાં ક્લિયરીંગની કામગીરી અટકી હતી. રેન્સમવેરના સંભવિત એટેકને ધ્યાને લઈ એનપીસીઆઈ દ્વારા ર૪પ બેંકોની યાદી જાહેર કરવામાં આવી હતી. સી-એઝ સાથે સંકળાયે બેંકના ટ્રાન્જેકશનને બાધિત કરવામાં આવ્યા હતા. સંભવિત વાયરસ એટેકને ધ્યાને લઈ ફોરેન્સિક ઓડિટના પ્રિકોસનરી પગલાં લેવાયા હતા. ફોરેન્સિક રિપોર્ટમાં કશું વાંધાજનક ન જણાતા ગઈકાલે એનપીસીઆઈ દ્વારા સી-એજ સાથે કનેક્ટિવીટી પુનઃ સ્થાપિત થઈ છે. ઓડિટમાં સામે આવ્યું હતું કે, રેન્સમવેરની અસર ડેટા સેન્ટરમાં હોલ્ટ કરેલા સી-એજ સિસ્ટમ સુધી મર્યાદિત હતી. કોઈપણ સહકારી બેંકો કે ગ્રામિણ બેંકોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેની કોઈ અસર જોવા મળી નથી. જેથી તમામ સહકારી અને ગ્રામિણ બેંકો જે સી-એજ પર આધારિત હતી હવે પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. સપ્તાહના પ્રારંભથી ચાર દિવસ સુધી સહકારી બેંકોમાં નાણાકીય વ્યવહારો ઠપ્પ  થતા જિલ્લામાં કરોડો રૂપિયાના ક્લિયરીંગ અટવાયા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM