Trending News
સ્થાનિક સમાચાર

અંતરજાળમાં યુવાનને ઢોર માર મારી અઢી લાખની લૂંટ ચલાવાઈ 

02 August




અપહરણ કરી ૬ યુવકોના ટોળાએ બનાવને આપ્યો અંજામ : રૂપિયા બાબતેની માથાકુટમાં ડખ્ખો વધ્યો 



ગાંધીધામ : તાલુકાના અંતરજાળમાં રૂપિયા બાબતેની માથાકુટમાં યુવાનને ઢોર માર મારી અઢી લાખની લૂંટ ચલાવાતા ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અંતરજાળમાં રહેતા ર૬ વર્ષિય રાજદીપસિંહ ખેંગુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના મિત્રએ આરોપી ભારતનગરમાં રહેતા અર્જુન નાગદાન ગઢવી અને વિજય નાગદાન ગઢવી પાસેથી ર૦ હજાર ઉછીના લીધા હતા. તે વખતે ફરિયાદી વચ્ચે રહ્યા હતા. આરોપીએ ફરિયાદીના મિત્ર રાધેે પાસેથી રૂપિયા માંગતા તે આપતો ન હોઈ જે બાબતનું મનદુઃખ રાખીને આરોપી ભારતનગરનો કુલદીપસિંહ જેમલસિંહ સોઢા એક્સેસથી ફરિયાદીના ઘરે આવ્યો અને બહાર બોલાવી રાધે વાળી મેટરમાં તું વચ્ચે હતો આ મેટર પુરી કરવાની છે તેમ કહી મુંદરા સર્કલ લઈ ગયો હતો. જયાં મહાદેવ મંદિર પાસે ઉતારી આરોપીએ અર્જુનને બોલાવતા પ્લસર બાઈકથી તેની સાથે વિજય અને દિનેશ ઉર્ફે ઢીકા પરિહર આવ્યા અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને ગાળો આપી ધકબુશટનો મારમારી કોલર પકડી લેવામાં આવ્યો હતો. એ દરમિયાન કુલદીપ અને દિનેશે ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી ર૦ હજારનો ફોન, ૮ હજાર રોકડા તેમજ વિજયે ગળામાં પહેરેલો દોઢ લાખનો ચેઈન અને હાથમાંથી ૭પ હજારનું કડું મળી ર.પ૩ લાખની લૂંટ કરી હતી. તમામ આરોપીઓએ ફરી ધકબુશટનો માર માર્યો હતો.ે અન્ય આરોપી આદિપુરના હર્ષદ ગઢવી અને ભારતનગરના ચિરાગ ગંભીરસિંહ રાજપૂતે બાઈકથી આવી ફરિયાદીને માર માર્યો હતો. તમામ ૬ યુવકોએ ભેગા મળી પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી ફરિયાદીને મારમારી લૂંટી લેતાં આદિપુર પોલીસમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાબતે આદિપુર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM