માંડવીથી પીપરીની વચ્ચેના વેરાન સીમાડામાં કચ્છની સૌથી મોટી જુગાર કબલનો અડ્ડો બેફામ : ૩૬પ દિવસ મંડાતા પડ..!
ખાખીધારીઓ મહેરબાન તો જુગારીયાઓ પહેલવાન.!
અંજાર-ભુજ-પૂર્વ કચ્છના અન્ય પટ્ટાઓમાં પણ જુગાર કલબોને લઈને ઉજાગર થયેલા અહેવાલો બાદ કુખ્યાત સંચાલકો પણ ઘાણી પાસા ખેલાવવા બની રહ્યા છે કપરા, તેવામાં પશ્ચીમ કચ્છમાં બંદરીય વિસ્તારમાં લાંબા સમયથી મોટી કલબ બેખોફીથી ધમધમી રહી હોવાની છે ચર્ચા : આ કલબ કયા સફેદ પોશ અગ્રણીની વાડીમાં રમાડાયા છે? : મજાની વાત તો એ છે કે, માંડવીથી પીપરીની વચ્ચેના વેરાન સીમાડાની આ કલબ પર જયારે એલસીબી કે અન્ય બહારની એજન્સીઓ ત્રાટકે છે તો નીલ રેઈડ જ થાય છે, તેમની તવાઈની બાતમી સ્થાનિકેથી કયા પલળેલા ખાખીધારી લીક કરી દે છે? : ઉચ્ચસ્તરેથી તપાસ થશે?
ભુજમાં જદુરા સીમ પટ્ટામાં અથવા તો નાગોર રોડ પાસેની કલબોને હાલતુરંત કરી દેવાઈ છે બંધ : તો ભુજનો દેશીદારૂની ભઠ્ઠીઓ ચલાવવામાં કુખ્યાત ઈબ્રાહીમ મુંડી હવે ભુજના બદલે પૂર્વ કચ્છમાં સામખીયાળીના સીમાડાઓમાં મોટી જુગાર કલબ ચાલુ કરાવા કરી રહ્યો છે દોડધામ : નાના-મોટાઓને સાચવીને કલબ ચાલુ કરવાની ચાલે છે પેરવી
ભુજના ઈબ્રાહીમની જુગાર કલબનું નામ ચીટીગમાં ચમકી ચૂકયુ હોવાથી ખેલીઓ હવે તેનો કરી રહ્ય છે ઓછો વિશ્વાસ : મુંડી કયારેક ગાંધીધામની મહીલાને સાથે રાખે છે તો કયારેક અન્ય કોઈનુ નામ આગળ કરી કલબ ચલાવાવના હવાતીયા મારતો ફરે છે : મુંડીએ હવે પૃથ્વીને લીધો છે પાર્ટનર તરીકે
ગાંધીધામ : કચ્છભરમાં જુગાર કલબનું દુષણ સમયાંતરે ચર્ચામાં આવતુ રહેતુ હોય છે. અહી જુગારના પડ કે ધાણી પાસાનો જુગાર એ કોઈ બે પાંચસો કે હજાર નહી પરંતુ લાખો-કરોડોમાં જ રમાડાતો હોવાની ચકચાર સામે આવતી હોય છે. આ અસામાજીક દુષણોના ખેલમાં કેટલાક લોકો અને પરીવારો બરબાદ થવા પામી ગયા છે તો અમુક લોકોને ખંખેરી બરબાદ કરી અને જુગાર કલબના અઠંગ સંચાલકો કરોડોના આસામી બની રહ્યા હોવાની સ્થિતી સર્જાતી રહી છે. દરમ્યાન જ ભુજમાં અંજારના અબ્બાસ, મનીષ અને રઝાક ક્રીકેટ સટ્ટોડીયાની ચાલુ થયેલી મોટી જુગાર કલબને લઈને અહેવાલ ઉજાગર થવા પામતા તેઓનુ સેટીંગ તુટી જવા પામતા જદુરા સીમપટ્ટામાં ચાલુ થયેલી આ કલબને અન્યત્ર ખસેડવાની નોબત આવી જવા પામી હતી તો વળી તેની સાથે જ પાલારા પાસેના પુજન અને નાગોર રોડ સીમાડાઓ પાસે ઈબ્રાહીમ મુંડી સહિતનાઓના સેટઅપ પણ વિખાઈ જવા પામ્યા હોય તેવી વિગતો સામે આવતી હતી. દરમ્યાન જ હવે મળતી વધુ વિગતો અનુસાર ખાખીધારીઓ અમુક મહેરબાન થાય તો જુગાર કલબના સંચાલકો પહેલવાન જ થવા પામી જતા હોય છે. ભુજમાં કલબો બંધ થયાની વાત એકતરફ સામે આવી તો બીજીતરફ પશ્ચીમ કચ્છમાં સૌથી મોટી જુગાર કલબ બંદરીય શહેર માંડવીથી પીપરીની વચ્ચેના વેરાન સીમાડામાંં કયાંક મોટાપાયે ચાલી રહી હોવાની વાત સામે આવી છેે.
કહેવાય છે કે, આ જુગાર કલબ તો ૩૬પ દીવસ ધમધમી રહી છે. આ કલબનો સંચાલક તો એમ જ કહે છે કે, હુ તો નીચેથી લઈ અને ઉપર સુધી બધાયને માંગ્યા હપ્તા આપી રહ્યો છે અને મારો તો કેાઈ વાળ પણ વાંકો નહી કરે, આ જુગાર કલબ પર દરોડો પાડવાની વાત તો દુરની રહી પણ આ તરફ જોવાની હિમંત પણ કોઈ નહી કરે. અને આ વાત સાચી ઠરતી હોય તેવી રીતે સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે, પશ્ચીમ કચ્છની સોથી મોટી આ જુગાર કલબમાં જયારે જયારે એલસીબી જેવી ટુકડીઓ દરોડા પાડવા જાય છે તો તેમની રેઈડ અહી નીલ જ બની જતી હોય છે. એટલે તેઓ જયારે તવાઈ બોલાવા જાય છે તો તે પહેલા જ ખેલીઓ ગુમ થઈ જાય છે અને કોઈ જ હાથે લાગતુ જ નથી. આવુ કેમ થાય છે? સહજ વાત છે કે, સ્થાનિકના અમુક પલળેલાઓ અહી મળેલા હોય તો જ આમ થઈ શકે? આ બાબતે ઉચચ કક્ષાએથી તપાસ કરવી જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, માંડવીથી પીપરીની વચ્ચેના વેરાન સીમાડાની આ જુગાર કલબ બેખોફીથી ચાલી રહી છે તો કયા સફેદપોશ અગ્રણીની વાડીમાં તે રમાડાય છે ?અને એવા તો આ અગ્રણી કયા દુધના ધોયલા છે કે તેમની જુગાર કલબ બેફામ રીતે ચાલી રહી છે?આ તો થઈ પશ્ચીમની સૌથી મોટી જુગાર કલબની વાત બીજીતરફ ભુજના ઈબ્રાહીમ મુંડી અને તેનો સાથીદાર પૃથ્વી હવે વાગડ પટ્ટામાં પૂર્વ કચ્છ વિસ્તારમાં જુગાર કલબ શરૂ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. ઈબ્રાહીમ મુંડી પશ્ચીમ કચ્છમાં તો હાલમાં કયાંય કલબ ચાલુ કરી શકે તેવી સ્થીતી નથી, પોલીસ અહી સતર્ક બની છે, કયાંકને કયાંક હવે તે સામખીયાળી વિસ્તારમાં પડાવ નાખી રહ્યો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, તેને આ માટેની મોટાભાગની ગોઠવણીઓ કરી લીધી છે. અમુક ઉચ્ચ સ્તરના અધિકારીઓની હામી મળી જાય તો આ કલબ પણ અહી લાખોના હારજીતના પડ માંડવા તમામ મોરચે તૈયાર જ હોવાનુ કહેવાય છે.
....................
ખેલીઓને આકર્ષવા જુગાર સંચાલકોનું નવુ નાટક
ગાંધીધામ : જુગાર કલબના સંચાલકોએ પોતાની કલબમાં ખેલીઓને
વધુને વધુ ખેંચી લાવવા, રમવા માટે આકર્ષવાની દીશામાં નવા તરકટો શરૂ કર્યા હોવાનુ પણ ચર્ચાય છે. અહી કહેવાય છે કે, જુગાર સંચાલકો પોતાના જ અમુક વધુ પડતા આળતીયા-મળતીયાઓને બોલાવી તેમને ખેલી તરીકે દર્શાવી અને કલબનું આકર્ષણ વધારતા હોય છે અને અહી વધુ ખેલીઓ રમવા આવતા હોવાનુ દેખાડતા હોય છે. જેથી સંચાલક તથા ખેલીઓનો જમાવડો અહી આભાસી રીતે ઉભો કરવામા આવે છે અને તેને જોઈને નશીબ અજમાવનારાઓ વધુ આ કલબ તરફ આવે અને આકર્ષાય. હકીકતમાં તો સંચાલક અને તેના સાથીદારો જ વધારે માત્રામાં શરૂઆતમાં આ કલબમાં જુગાર ખેલતા હોય છે.

Comments