૯૪ કરોડના ખર્ચે બની રહેલા દેશલપર-નલિયા રોડ બનવા સાથે તુટવાનું પણ ચાલુ .. !
સરકાર દ્વારા આ માર્ગ પર હવાઈ જહાજ ચાલશે તેવો દાવો કરાયો હતો પણ ભ્રષ્ટાચારના લીધે આ માર્ગ પર ગાડું પણ ચાલી શકશે કેમ ? માજી કોંગ્રેસ પ્રમુખ ઈકબાલ મંધરાનો આક્ષેપ
નલિયા : અંદાજે રૂા.૯૪ કરોડના ખર્ચે બની રહેલા દેશલપર - નલિયા માર્ગ બનવાની સાથે તુટવાનો પણ ચાલુ થઈ ગયો છે તેવો દાવો માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ મંધરાએ કર્યો છે. અંદાજે ૯૪ કરોડના ખર્ચે મંજુર થયેલા દેશલપર - નલિયા રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. જે કામ હાલ મોથાળા સુધી પહોંચ્યું છે પણ સુખપર પાસે આ રોડમાં મસ મોટા ખાડા પડી ગયા છે. રોડના કામમાં ભયંકર ભ્રષ્ટાચારના જાણે પુરવા આપતા આપતા હોય તેમ હજુ રોડનું કામ ચાલી રહ્યું છે અને તેટી પણ રહ્યો છે, શું રાજ્યનું માર્ગ - મકાન વિભાગ આ બાબતથી અજાણ છે ? તેવો સવાર ઈકબાલ મંધરાએ કર્યો હતો. અબડાસાના ધારાસભ્ય આ ભ્રષ્ટ નીતી સામે અવાજ ઉઠાવ્યો હતો જે ક્યાંક સાચું તો નથી પડી રહ્યું ને ? અધિકારીઓ દાદ નથી આપતા તે ખુદ ધારાસભ્યને કહેવું પડે તેવી હાલત આ રોડની પણ છે.ઈકબાલભાઈ મંધરા દ્વારા રોડના નબળા કામ અંગે કચ્છના કલેક્ટરને લેખીતમાં ફરીયાદ કરી અબડાસાને જોડતા આ મુખ્ય માર્ગમાં આચરાઈ રહેલી ગેરરીતીઓ તાત્કાલિક અસરથી દુર કરી પ્લાન અને એસ્ટીમેટ મુજબ કામ થાય તેવી માંગ કરી હતી. આ માર્ગ પર હવાઈ જહાજ ચાલશે તેવા દાવા ગુજરાત સરકાર દ્વારા કરી મજબુત રોડ બને તેવા પ્લાન બનાવવામાં આવ્યો હવાનો દાવો કરાયો હતો પણ હાલ થઈ રહેલા તકલાદી કામને જોતા ભવિષ્યમાં આ રોડ પર ગાડું પણ માંડ ચાલી શકશે તેવી હાલત હોઈ કલેક્ટરશ્રી દ્વારા જાતે તપાસ કરી આચરાઈ રહેલી ગેરરીતીઓ બંધ કરાવી અબડાસાના આ મુખ્ય માર્ગનું મજબુત કામ થાય તે જોવા અપીલ કરી છે.

Comments