પૂર્વ કચ્છમાં ધીરે ધીરે બેનામી ધંધાઓ ફરી ધમધમ્યાં : ખાખીની નવી સિન્ડીકેટના ખેલ : એસપી રહે સાવધ
જયપુરથી ગાંધીધામ તરફ આવતા ૧૬ લાખના ઈંગ્લીશદારૂના મુદામાલ સાથે બે શખ્સો ઝડપાતા સુચક સંકેત
એસપીશ્રીને અંધારામાં રાખીને ખાખીની વહીવટદાર ટોળકી ફરી આવી ગઈ છે પડમાં : જિલ્લા પોલીસ વડાને ધંધાઓ બંધ જ હોવાનુ દેખાડી અને વિવિધ તબક્કે તગડા હપ્તા-સેટીંગ-સેકસન કરાવી રાજસ્થાનથી પાલનપુર થઈ કચ્છ પટ્ટામાં ઠેર-ઠેર મોટી માત્રામાં દારૂ ઠલવાતો હોવાની છે ચર્ચા : એસપીશ્રી તપાસ કરાવે કે, જયપુરથી આવતો પકડાયેલ માલ ગાંધીધામ આવતો હતો તો એ કોણે મંગાવ્યો હતો? કયા બુટલેગર પાસે પહોચવાનો હતો? આવો કેટકેટલો દારૂ અહી ઠલવાઈ ગયો? કયા કયા પલળેલા ખાખીધારીઓની તેમાં ભુંડી ભુમિકા છે?
ગુજરાત બહાર રાજસ્થાનથી બનાસકાંઠા થઈ કચ્છમાં દારૂની રેલમછેલની આશંકા : વરણુ સહિતના રણ માર્ગે કેનાલની વાટે-વાટે પોલીસ મથકોને બાયપાસ કરીને તગડા વહીવટથી દારૂ ઠલવાતો હોવાની અપનાવાઈ રહી છે મોડસ ઓપરેન્ડી : આ વિસ્તારમાં પોલીસ મથકો બારોબાર જ રહી જાય, તેમનો પણ બચાવ થઈ જાય અને હપ્તાઓ પણ અપાતા રહે તેવી ગોઠવણોથી રણમાર્ગે મોટી સંખ્યામાં દારૂ ઠલવાતો હોવાની છે ચકચાર :
રાજસ્થાનનો સૌથી મોટો બુટલેગર અખેરાજ કચ્છમાં દારૂ ઠાલવતો હોવાની છે ચર્ચા
બેનામી ધંધાઓ ઉપરાંત જુગાર કલબોની છુટ આપનારા પલળેલા ખાખીધારીઓ રહેજો સાવધ : સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ની ટુકડી તાજેતરમાં જ આદિપુર સુધી આંટો મારી ગઈ છે, અને લીકરનો કેસ પણ કરી ગઈ છે, હવે આવા બેનામી ધંધાઓ અને કલબો ચાલુ કરવા અને કરાવવા થનગની રહ્યા છે ત્યા સુધી પહોચંતા એસએમસીને વાર કેટલી?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપી પદે સાગર બાગમારે કાર્યભાર સંભાળતાની સાથે જ અસામાજીક તત્વોની સામે કાયદાનો ધોક્કો એવો પછાડી દીધો કે આ બેનામી ધંધાવાળાઓ તો ભુર્ગભમાં ઉતરી જ ગયા પરંતુ તેમને છાવરનારા ખાખીના પલળેલા તત્વોમાં પણ સોપો જ પડી જવા પામ્યો હતો. એસપીશ્રીની આ ધાકના પગલે લાંબા સમય સુધી બેનામી ધંધાવાળાઓ નિષ્ક્રીય જ રહ્યા હતા પરંતુ હવે પૂર્વ કચ્છમાં ખાખીની એક નવી ભ્રષ્ટ સિન્ડીકેટ સક્રીય બની ગઈ હોય તેમ ખનીજ-માટી ચોરી અને દેશીદારૂ કે ઈંગ્લીશદારૂવાળાઓને છુટોદોર વહીવટથી આપી રહ્યા હોવાની ચર્ચા સપાટીએ આવવા પામી રહી છે. કહેવાય છે કે, ધંધાઓ બંધ જ છે તેવુ એસપીશ્રીને આ ભ્રષ્ટ સિન્ડીકેટ દેખાડી રહી છે પરંતુ જે રીતે પોલીસ ચોપડે જ એક જ ભેગા કયાંક જયપુરથી તો કયાંક રાજસ્થાનના અન્ય ક્ષેત્રમાથી મંગાવાયેલા દારૂને ઝડપી પાડવાની ઘટનાઓ સરહદી આડેસર સહિતના પટ્ટાઓમાં બની રહી છે તે સુચક જ બની રહી છે. કહેવાય છે કે, વરણુના રણ પટ્ટામાથી બુટલેગરો રાજસ્થાનથી મંગાવેલા માલને બનાસકાંઠા થઈ અને આ રણમાં કેનાલના વાટે વાટે પોલીસ મથકોને બાયપાસ કરી અને ખાખીની ભ્રષ્ટ સિન્ડીકેટની સાથે સેટીંગ-વહીવટ કરી અને ઠાલવી જ રહ્યા છે. આ વાત એટલા માટે અહી ચર્ચાય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનના જયપુરથી કચ્છ સમીપે આવેલા સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત ૧૬.૮૮ લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અને જે દારૂ જડપાયો છે તે ગાંધીધામ તરફ આવી રહ્યો હોવાનું પ્રાથમિક પુછતાછમાં સામે આવવા પામી ગયું છે. તેની સમાંતર જ આડેસર ચેકપોસ્ટ પાસે પણ છુટોછવાયો દારૂનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે. અહી પણ મુદામાલ અને જે શખ્સો પકડાયા છે તે રાજસ્થાન પટ્ટામાંથી જ છે. આ કેસમાં રાજસ્થાનના બાલોત્રાના જબ્બરસિંહ છેલસિંહ રાજપુત તથા અર્જુનસિંહ તેજસિંહ રાજપુરોહિતની અટક કરવામાં આવી હતી. આ કેસમાં માલ ભરી આપનારનુ નામ ખુલ્યુ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. તો વળી અહી ચોકાવનારી વાત તો ત્રીજા કીસ્સામાં એ સામે આવી રહી છે કે, રાપરના માનગડ પાસેથી હાલમાં જ દારૂ ભરેલી કાર જડલેવામા આવી હતી. અહીથી પણ ચાર લાખ જેટલો મુદામાલ કબ્જેજ કરવામા આવ્યો હતો. અહી જે મોટી વાત સામે આવી છે તેમાં દારૂ ભરેલી ગાડીને બે શખ્સો પ્રાઈવેટ ગાડીથીપાયલોટીંગ પણ કરી રહ્યા હતા. હવે પાયલોટીંગ કરીને જે દારૂની ડીલીવરીઓ કરતા હોય તે બુટલેગરો કેટલા ફાટીને ફુલેકે ગયા હશે? આ રીતના કિસ્સાઓ તો પોલીસના હાથે હાલમાં ચડી ચૂકયા છે પરંતુ ખાખીની જ નવી ભ્રષ્ટ સિન્ડીકેટની મહેરબાની અને ચાર હાથથી ચાલતી આ દારૂની રેલમછેલમાં અગાઉ આવા તત્વોએ કેટલી ખેપ મારી લીધી હશે? અગાઉ આવો દારૂ રાજસ્થાનથી કે અન્યત્રથી કચ્છમાં કેટલો મોટી માત્રામાં નહી ઠલવાયો હોય તેની શું ખાત્રી? એસપીશ્રી સાગર બાગમાર ખુબજ કડક અને પ્રજાભિમુખ અધિકારીની છબી ધરાવી રહ્યા છે તેઓ અસામાજીક બદીઓને કોઈ પણ રીતે પ્રોત્સાહન નથી આપતા અને તેમના નામ માત્રથી અસામાજીક તત્વો ફફડતા જ રહે છે ત્યારે કહેવાય છે કે, એસપીશ્રી સાવધ રહે, જાગૃત રહે, કારણ કે, પૂર્વ કચ્છમાં બેનામી ધંધાઓને સેકસન અને વહીવટથી છુટ આપનારી ખાખીની ભ્રષ્ટ નવી સિન્ડીકેટ કાર્યરત થવા પામી ગઈ છે અને એસપીશ્રીને ગાંધીધામ સહિતના સંકુલમાં ધંધાઓ બંધ જ હોવાનુ દેખાડી અને બહારથી મોટી માત્રામાં દારૂની રેલમછેલ કરાવી રહયા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. જયપુરથી આવતો જ પકડાયેલો દારૂ ગાંધીધામમા આવતો હોવાનુ ખુલાસો થયો છે ત્યારે એસપીશ્રીએ ખુદ વધુ વિગતો મેળવી જોઈએ કે, ગાંધીધામમાં આ ૧૬ લાખનો દારૂ આવતો કયા હતો? મંગાવનારાઓ કોણ હતા? કોની કોની સાથે સેટીંગ કરી-વહીવટથી આ માલ ગાંધીધામ સુધી આવી રહ્યો હતો? તે બુટલેગરોના નામો ખોલાવી અને તેમની સાથે મળેલા ખાખીની નવી ભ્રષ્ટ સિન્ડીકેટના પગ તળે પણ તપાસનો રેલો લંબાવવો જ જોઈએ.
..........
જુગાર કલબો શરૂ કરવાની પણ થતી પેરવી :
પશ્ચીમમાં તો નરેન્દ્રએ લીલીઝંડી આપી દીધી?
પૂર્વ હોય કે પશ્ચીમ, હાલમાં તો એસપી પદનો કાર્યભાર શ્રી બાગમાર પાસે જ છે, તેઓ તપાસ કરાવે કે આ નરેન્દ્ર કોના જોરે કલબોને રજા આપી રહ્યો છે?
ગાંધીધામ : પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં બેનામી ધંધાવાળાઓમાં ફરી સળવળાટ શરૂ થયો હોવાની ચર્ચાઓ વહેતી થઈ રહી છે. દારૂ તો અન્ય રાજયમાથી સાંતલપુર સુધી પહોચી આવ્યો છે અને તે કચ્છ-ગાંધીધામ તરફ આવતો પકડાય પણ છે, પરંતુ કહેવાય છે કે, જિલ્લામાં હવે જુગાર કલબના સંચાલકો પણ ઉંચા નીચા થઈ રહ્યા છે અને કલબો શરૂ કરવાની પણ પેરવી થઈ રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, હાલમાં પશ્ચીમ વિસ્તારમાં તો નરેન્દ્રએ અમુક જુગાર કલબ સંચાલકોને લીલીઝંડી આપી દીધી છે. આ નરેન્દ્રની આગેવાનીમાં રજા આપવામાં આવી હોવાનુ મનાય છે. સાહેબોએ તપાસ કરાવી જોઈએ કે આ નરેન્દ્ર કોના જોરે કલબોની રજા આપી રહ્યો છે?
.........

Comments