Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-અંજાર પંથકમાં મધરાત્રીએ મેઘમલ્હાર

31 July



પૂર્વ કચ્છના બે તાલુકાઓમાં રાત્રે બે ઈંચ વેટલો વરસાદ : જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત : વધુ વરસાદ થવાની સંભાવના’





ભુજ : અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સીસ્ટમની અસર તળે ગઈકાલે કચ્છ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં અડધોથી પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો.ગત રાત્રીએ પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ પંથકમાં મેઘરાજાએ વધુ હેત વરસાવતા બે ઈંચ પાણી પડ્યું હતું. ગાંધીધામમાં ગત રાત્રીએ ૮ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાત્રે બાર વાગ્યા સુધી છુટાછવાયા ઝાપટા સ્વરૂપે થયેલા વરસાદમાં ૪૩ મીમી પાણી વરસ્યું હતું.  અંજાર શહેર અને તાલુકામાં ગતરાત્રીએ ગાજવીજ સાથે મેઘરાજાએ અષાઢી મિજાજ દર્શાવ્યો હતો.રાત્રે ૧૦ વાગ્યાથી બે વાગ્યા સુધીના અરસામાં બે ઈંચ વરસાદ થતાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા.
જોકે આજ સવારથી જ મેઘરાજાએ વિરામ લીધો હતો. ગાંધીધામ શહેરમાં ઝરમર છાંટા સિવાય અન્યત્ર વાદળછાયું વાતાવરણ  યથાવત રહ્યું હતું. હવામાં ભેજના ઉંચા પ્રમાણના કારણે બફારાયુક્ત ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લાના છુટછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 
કરી છે.

Comments

COMMENT / REPLY FROM