Trending News
સ્થાનિક સમાચાર

સેલારીમાં રાસાયણીક ખાતરના બદલે હલકી ગુણવતાનું ખાતર અપાતા ફરિયાદ

31 July



ફેબ્રુઆરી મહિનામાં સામે આવેલી ઘટના અંગે વિસનગરના શખ્સ સામે પાંચ મહિના બાદ ગુનો નોંધાયો



રાપર : તાલુકાના સેલારી ગામે આવેલ શ્રીજી એગ્રો સેન્ટરમાંથી ખેડૂતે રાસાયણીક ખાતર ખરીદયું હતું. જો કે તેમાં હલકી ગુણવતા હોવા અંગે ફરિયાદ થયા બાદ તંત્રની તપાસમાં સ્પષ્ટ થતા પાંચ મહિના બાદ ગુનો દાખલ કરાયો છે.ફરિયાદી સેલારીના દેવજીભાઈ મનજીભાઈ બારવાડીયા (પટેલ)ના જણાવ્યા પ્રમાણે તેમણે શ્રીજી એગ્રો સેન્ટરમાંથી રાસાયણીક ખાતર પીકે ૧૯૧૯૧૯ અને કિસાન ઝીંક પ્લસના માર્કાવાળી થેલીમાં ખાતર ખરીદયું હતું. જો કે આરોપી મહેસાણા જિલ્લના વીસનગર તાલુકાના કુવાસણા ગામના કમલેશભાઈ મનુભાઈ પટેલે રાસાયણીકના બદલે તેના જેવું ભળતું હલકી ગુણવતાનું ખાતર આપ્યું હતું. અન્ય પદાર્થની થેલીમાં હલકું ખાતર ભરી ખેડૂતને પાકું બીલ ન આપી વિશ્વાસમાં લઈ ઠગાઈ કરવામાં આવી હતી. એફએસએલ રીપોર્ટમાં ગુણવતા સ્પષ્ટ થયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે મહત્વનું છે કે, જિલ્લામાં અવારનવાર આ પ્રમાણે ખેડૂતો નકલી બિયારણ અને નકલી ખાતરનો ભોગ બનતા હોય છે. જેના કારણે પાકમાં નુકશાની થવા સાથે જમીનને નુકશાન થાય છે. તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments

COMMENT / REPLY FROM