Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં વીજશોક લાગતા યુવાનનું મોત

31 July






કાર્ગો ઝુપડપટ્ટી સમીપે ધોરીમાર્ગ પર વીજપોલના સંપર્કમાં આવી ગયેલા યુવાન માટે વીજ કરંટ પ્રાણઘાતક નિવડયો : વીજતંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના તંત્રની લાપરવાહી સામે ભભુકતો જનાક્રોષ : ચોમાસાની સીઝનમાં વીજપોલના નિયમિત ચેકીંગ અને આડસો મુકાય તેવી પ્રબળ બની લોકલાગણી


ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં કુદરતી વીજ પ્રપાતની ઘટનાઓમાં અનેક અબોલ પ્રાણીઓએ જીવ ગુમાવ્યા છે. તો બીજીતરફ માનવ સર્જીત વીજળી એટલે કે વીજ કરંટ લાગવાના બનાવો પણ પ્રાણઘાતક નિવડયા છે. વીજ થાંભલા કે ટ્રાન્સફોર્મરમાં વરસાદના દિવસોમાં વીજ શોક લાગવાની ઘટનાઓ વધી છે. 
કેટલાક કિસ્સાઓમાં સરકારી તંત્રની લાપરવાહીના કારણે નિર્દોષ લોકોના ભોગ પણ લેવાય છે. આવો જ એક કિસ્સો કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સામે આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના બેદરકારીના લીધે એક શ્રમજીવીનું મોત થતા ભારે અરેરાટી ફેલાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અનુસાર કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટી પાસેના વિસ્તારમાં વરસાદના સમયે વીજ પોલના સંપર્કમાં આવી ગયેલા એક શ્રમજીવીને વીજળીનો જોરદાર કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજયું હતુું. નિર્દોષ શ્રમજીવી યુવાનનો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ભોગ લેવાતા સ્થાનીકે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. 
સ્થળ પર ઉપસ્થિત લોકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, હાલે ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદ થતા જ અનેક સ્થળો પર થાંભલાઓમાં શોર્ટ લાગવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વસરાદ સમયે દરેક થાંભલાનું ચેકીંગ કરવું જોઈએ અને કોઈ માનવી કે પશુ વીજપોલના સંપર્કમાં ન આવી જાય તે માટે જરૂર જણાય તેવા સ્થળો પણ આડસ પણ મુકવી જોઈએ. વરસાદના દિવસો દરમ્યાન વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાય તે પૂર્વે જ વીજતંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના જવાબદાર તંત્રો તકેદારીના પગલા લે તે ઈચ્છનીય છે તેવું જાગૃત નાગરિકોએ 
જણાવ્યું હતું.
 

Comments

COMMENT / REPLY FROM